નીતિશ રેડ્ડીના પિતાએ સુનીલ ગાવસ્કરના કર્યા ચરણ સ્પર્શ, લિટલ માસ્ટરે કહ્યું-તમારો દીકરો હીરો છે- જુઓ ફોટા

|

Dec 29, 2024 | 10:46 AM

સુનીલ ગાવસ્કર અને નીતિશ કુમાર રેડ્ડીના પરિવારની મુલાકાત મેલબોર્નમાં થઈ હતી. આ મુલાકાતની ખાસ વાત એ હતી કે નીતિશના પિતા ગાવસ્કરને ભાવપૂર્વક ચરણસ્પર્શ કર્યાં હતા. પરંતુ તેમણે જે રીતે આવું કર્યું તે ખુબ જ લાગણીશીલ હતું.

1 / 5
નીતીશના પિતા મુત્યાલ્ય રેડ્ડી, સુનીલ ગાવસ્કરને ચરણ સ્પર્શ કરીને શુભેચ્છા પાઠવે છે. પરંતુ, મુત્યાલ્ય રેડ્ડીની આમ કરવાની રીત થોડી અલગ છે. નીતિશના પિતા ઘૂંટણિયે બેસીને ગાવસ્કરના પગને સ્પર્શ કરતા જોવા મળે છે.

2 / 5
નીતિશના પિતાની જેમ જ, નીતિશ રેડ્ડીની બહેને પણ સુનીલ ગાવસ્કરના ચરણ સ્પર્શ કર્યા હતા. મેલબોર્નમાં સુનીલ ગાવસ્કરે નીતિશના પરિવાર સાથેની મુલાકાત દરમિયાન નીતિશ કુમાર રેડ્ડી અને તેમની બેટિંગ વિશે વાત કરી. તેણે કહ્યું કે નીતિશ હીરો છે.

3 / 5
નીતિશ રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 189 બોલનો સામનો કરીને 114 રન બનાવ્યા હતા. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ઘણા ક્રિકેટ નિષ્ણાતો ટેસ્ટ ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સમાં નંબર 8 પર રમાયેલી નીતિશ રેડ્ડીની આ ઈનિંગનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

4 / 5
મેલબોર્નમાં નીતિશની ઈનિંગ્સ ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં કોઈપણ નંબર 8 બેટ્સમેન દ્વારા બીજી સૌથી મોટી ઈનિંગ્સ છે. આ પહેલા વર્ષ 2002માં અજય રાત્રાએ વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 115 રન બનાવ્યા હતા.

5 / 5
નીતીશ કુમાર રેડ્ડીએ મેલબોર્નમાં ફટકારેલી સદી તેના પિતાને સમર્પિત કરી હતી. પોતાની સદીની ઉજવણી અંગે તેમણે કહ્યું કે તે તિરંગાના સન્માનમાં છે.

Next Photo Gallery