
ચાર્ટમાં અગાઉનું રેઝિસ્ટન્સ હવે સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. 26,257 થી 26,247 ઝોન મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે ઉપરની તરફ 26,325–26,332 વિસ્તાર નવી હાઈ ઝોન તરીકે નોંધાયો છે. જો આ લેવલ ઉપર ટકાઉ ક્લોઝ મળે છે, તો નીફ્ટીમાં વધુ નવા રેકોર્ડ બનવાની શક્યતા નકારી શકાય નહીં.

આ નવી ઓલ ટાઈમ હાઈ સાથે નીફ્ટી 50 એ ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી, વૈશ્વિક સંકેતોમાં સુધારો અને સતત FII-DII સપોર્ટને પ્રતિબિંબિત કર્યો છે. બજાર નિષ્ણાતોના મતે, જો મેક્રો આર્થિક પરિબળો અનુકૂળ રહેશે, તો નીફ્ટી આવનારા સમયમાં વધુ ઊંચા સ્તરો તરફ આગળ વધવાની ક્ષમતા ધરાવે છે, જો કે રોકાણકારોને સાવચેતી અને યોગ્ય સ્ટ્રેટેજી સાથે આગળ વધવાની સલાહ આપવામાં આવે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
Published On - 3:35 pm, Fri, 2 January 26