
અનોંદિતા મેડિકેર IPO ની પ્રાઇસ બેન્ડ રૂ. 137 થી રૂ. 145 પ્રતિ શેર રાખવામાં આવી છે. આ ઇશ્યૂમાં લોટ સાઇઝ 1000 શેર હશે. રિટેલ રોકાણકાર માટે લઘુત્તમ રોકાણ રકમ રૂ. 2,74,000 છે, જેમાં 2000 શેરનો સમાવેશ થશે. HNI રોકાણકારોએ ઓછામાં ઓછા 3 લોટ એટલે કે 3000 શેર માટે અરજી કરવાની રહેશે, જેની કુલ રકમ રૂ. 4,35,000 છે.

અનોંદિતા મેડિકેર IPOમાં કુલ 47,93,000 શેર ઓફર કરવામાં આવી રહ્યા છે. આમાંથી 2,70,000 શેર 'માર્કેટ મેકર' માટે અનામત રાખવામાં આવ્યા છે. 22,56,000 શેર 'Qualified Institutional Buyer' (QIB) માટે ઉપલબ્ધ રહેશે. 6,81,000 શેર નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII અથવા HNI) ને ફાળવવામાં આવ્યા છે. વધુમાં રિટેલ રોકાણકારો માટે 15,86,000 શેર ઓફર કરવામાં આવશે.

31 માર્ચ, 2024 અને 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન, અનોંદિતા મેડિકેર લિમિટેડની આવકમાં 66% અને કર પછીનો નફો (PAT) 327% વધ્યો. નાણાકીય વર્ષ 2025 માં, કંપનીની આવક રૂ. 77.13 કરોડ, EBITDA રૂ. 25.65 કરોડ અને કર પછીનો નફો રૂ. 16.42 કરોડ રહ્યો છે.