
માર્ચ મહિનો પૂર્ણ થવા આવી રહ્યો છે અને એપ્રિલ નજીક છે. આ બદલાવના સમયમાં, 1 એપ્રિલથી અનેક બેંકિંગ નિયમોમાં ફેરફાર અમલમાં આવશે. આ નવા નિયમો તમારા દૈનિક નાણાકીય વ્યવહારો અને ખર્ચ પર અસર કરી શકે છે.

ખાસ કરીને ATM રોકડ ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો તમે UPI દ્વારા ATMમાંથી રોકડ ઉપાડશો, તો આ ટ્રાન્ઝેક્શન તમારા દર મહિને મળતા મફત વ્યવહારોની મર્યાદામાં ગણાશે. એટલે કે, હવે UPI અને ATM વડે ઉપાડને અલગ ગણવામાં નહીં આવે.

અગાઉ ઘણી બેંકો UPI દ્વારા ATMમાંથી રોકડ ઉપાડને અલગ સેવા તરીકે ગણતી હતી. પરંતુ હવે તેને સામાન્ય ATM ટ્રાન્ઝેક્શન તરીકે ગણવામાં આવશે, જે તમારા ફ્રી ટ્રાન્ઝેક્શન ક્વોટાને ઘટાડશે.

HDFC બેંક અને પંજાબ નેશનલ બેંક સહિત અનેક બેંકો આ નવા નિયમને લાગુ કરશે. આ મુજબ, જો તમે મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પાર કરી દો, તો દરેક વધારાના ATM ટ્રાન્ઝેક્શન પર ₹23 નો ચાર્જ વસૂલવામાં આવશે.

ATM રોકડ ઉપાડ: RBIની મંજૂરી બાદ, એકવાર મફત વ્યવહારો માટેની મર્યાદા સમાપ્ત થઈ જાય, ગ્રાહકો પાસેથી હવે દરેક અનુગામી રોકડ ઉપાડ માટે ₹23 (અગાઉના ₹21 ને બદલે) વસૂલવામાં આવશે. મફત વ્યવહારોની સુવિધા પોતાની બેંકના ATM પર 5 અને (મેટ્રો શહેરોમાં) 3 અથવા અન્ય બેંકોના ATM પર 5 (નોન-મેટ્રો શહેરોમાં) સુધી મર્યાદિત યથાવત રહેશે. (ફોટો ક્રેડિટ-Google)