
સીપી રાધાકૃષ્ણનનું પુરું નામ ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન છે. હવે તેના પરિવારની આપણે વાત કરીએ તો. તેના પિતાનું નામ કે.સી પોન્નુસામી અને માતાનું નામ જાનકી છે. રાધાકૃષ્ણનના પિતાનું નિધન થઈ ચૂક્યું છે.

સીપી રાધાકૃષ્ણનના લગ્ન 22 નવેમ્બર 1985ના રોજ સુમિત સાથે થયા હતા. બંન્ને 2 બાળકો છે. એક દીકરો અને એક દીકરી. તમને જણાવી દઈએ કે, રાધાકૃષ્ણ કોલેજ લેવલ પર ટેબલ ટેનિસ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે.

રાજકારણ હોય કે અન્ય કોઈ ક્ષેત્ર, શિક્ષણ અનુભવ અને મહેનતની સાથે એટલું જ મહત્વપૂર્ણ છે. આનું ઉદાહરણ સીપી રાધાકૃષ્ણન છે, જેમને ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

જાણો ભાજપના નેતા સીપી રાધાકૃષ્ણન વિશે વિસ્તારથી જાણીએ.તમિલનાડુના તિરુપુરમાં જન્મેલા સી.પી. રાધાકૃષ્ણન કોંગુ વેલ્લાલા ગૌંડર સમુદાયના છે. બાળપણથી જ તેમને અભ્યાસની સાથે રમતગમતમાં પણ ખૂબ રસ હતો. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ તુતીકોરીનની વી.ઓ. ચિદમ્બરમ કોલેજમાંથી મેળવ્યું, જ્યાં તેમણે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) ની ડિગ્રી મેળવી.

સીપી રાધાકૃષ્ણન તેમના કોલેજ કાળમાં ટેબલ ટેનિસ ચેમ્પિયન પણ હતા. જે દર્શાવે છે કે, રાધાકૃષ્ણન ફક્ત અભ્યાસમાં જ નહીં પરંતુ રમતગમતમાં પણ બેસ્ટ હતા. તેમની આ બહુમુખી પ્રતિભા પાછળથી નેતૃત્વ અને રાજકારણમાં તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી.

બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવીને તેમને સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો અને ટીમને ધ્યેય તરફ કેવી રીતે દોરી જવું તેની સમજ આપી. આ ગુણો પાછળથી તેમના રાજકીય જીવન અને વહીવટી જવાબદારીઓમાં તેમની સૌથી મોટી શક્તિ બન્યા.

માત્ર 17 વર્ષની ઉંમરે, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને પછી ભારતીય જનસંઘમાં જોડાયા. 1974માં જનસંઘની રાજ્ય કારોબારી સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા પછી તેમની રાજકીય સફર ઝડપથી આગળ વધી હતી.

હવે આપણે સીપી રાધાકૃષ્ણનની રાજકીય સફર વિસ્તારથી જોઈએ તો. વર્ષ 1998 અને 1999માં કોયમ્બતુરથી લોકસભાના સાંસદ બન્યા હતા. 2004માં તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ હતા.

2004થી 2007 સુધી તેમણે ભાજપ તમિલનાડુના અધ્યક્ષના રુપમાં રાજ્યભરમાં 19,000 કિલોમીટર લાંબી રથ યાત્રા કાઢી હતી.

2016માં તેમને કોયર બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે શાનદાર ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ કેરળમાં ભાજપના પ્રભારી અને ઝારખંડ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ રહ્યા હતા. આ તમામ પદ પર તેમની શિક્ષા અને પ્રશાસનિક સમજણે તેમને દરેક પડકારોનો સામનો કરવામાં મદદ કરી હતી.

સી.પી. રાધાકૃષ્ણનનું જીવન એ વાતનું ઉદાહરણ છે કે, શિક્ષણ ફક્ત ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ તે નેતૃત્વ, વિચાર અને આત્મવિશ્વાસનો પાયો બની શકે છે.

આજે, જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર છે, ત્યારે એમ કહેવું ખોટું નહીં હોય કે તેમની સફળતાના મૂળ તેમના શિક્ષણ અને શીખવાની નિરંતરતામાં રહેલા છે.

17 વર્ષની ઉંમરથી રાધાકૃષ્ણન RSS અને ભારતીય જન સંઘ જેવા સંગઠનો સાથે સંકળાયેલા છે.

17 ઓગસ્ટ 2025ના રોજ, જગદીપ ધનખડના રાજીનામા બાદ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ 2025ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાધાકૃષ્ણનની ઉમેદવારીની જાહેરાત કરી હતી.
Published On - 7:28 am, Wed, 20 August 25