Baba Siddique death : બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં એવું શું હતું, જ્યાં સ્ટાર્સનો જમાવડો થતો, જુઓ ફોટો

|

Oct 13, 2024 | 11:01 AM

મહારાષ્ટ્રમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સિદ્દીકીને મુંબઈના બાંદ્રામાં ગોળી મારવામાં આવી હતી. બાબા સિદ્દીકીનું બોલિવુડ સાથે ખાસ કનેક્શન હતું, તો ચાલો જાણીએ કે, એવું શું હતુ કે, બાબા સિદ્દીકીની ઈફતાર પાર્ટીમાં બોલિવુડથી લઈ ટેલિવિઝન સ્ટારનો જમવાડો જોવા મળતો.

1 / 6
મહારાષ્ટ્રમાં NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

2 / 6
બાબા સિદ્દીકીનો જેટલો દબદબો મહારાષ્ટ્રની રાજનીતિમાં હતો એટલો જ બોલિવુડમાં પણ હતો. બોલિવુડની સૌથી મોટી ઈફતાર પાર્ટીનું આયોજન બાબા સિદ્દીકીને ત્યાં કરવામાં આવતું હતુ. જેમાં બોલિવુડના મોટા સ્ટાર સામેલ થતાં હતા.

3 / 6
તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકી અને સલમાન ખાનનું ખાસ બોન્ડિંગ હતુ પરંતુ એક કનેક્શન સંજય દત્ત સાથે પણ જોડાયેલું હતુ. દર વર્ષે રમજાનમાં બાબા સિદ્દીકીને ત્યાં યોજાતી ઈફ્તાર પાર્ટની ખુબ ચર્ચા થતીં હતી.

4 / 6
આ વર્ષ યોજાયેલી ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાન, તેના પિતા સલીમ ખાન, ઈમરાન ખાન, હુમા કુરેશી,ઝરીન ખાન, ગૌહર ખાન જેવા સેલિબ્રિટી સામેલ થયા હતા. બાબા સિદ્દીકીના સેલિબ્રિટી સાથે ફોટો પણ ખુબ વાયરલ થતાં હતી.

5 / 6
એવું પણ કહેવામાં આવતું હતુ કે, અહિ સબંધો જીવંત થતા હતા. સલમાન ખાન-શાહરુખ ખાન વચ્ચેના સંબંધો સુધારવા અને જૂના વિવાદને ઉકેલવામાં બાબા અને તેની ઈફ્તાર પાર્ટીની મોટી ભૂમિકા હતી. અહીં જ બંનેએ ફરી વાત કરવાનું શરૂ કર્યું જે પછી તેમના સંબંધો સુધર્યા હતા.

6 / 6
બોલિવુડ સ્ટાર સુનીલ દત્તને બાબા સિદ્દીકી આર્દશ માનતા હતા.  તેની જેમ સમાજ સેવાનું કામ કરતા હતા. એવું પણ કહેવામાં આવતું હતુ કે, તેમનાથી પ્રેરિત થઈ બાબાએ ઈફ્તાર પાર્ટીની શરુઆત કરી હતી.

Published On - 8:12 am, Sun, 13 October 24

Next Photo Gallery