મ્યુચ્યુઅલ ફંડ રિટર્નની ABCD! CAGR, XIRR અને એબ્સોલ્યુટ રિટર્ન વચ્ચેનો તફાવત શું? આ ત્રણેયનો ઉપયોગ ક્યારે કરવો?

મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોકાણ કરનારા ઘણા રોકાણકારો CAGR, XIRR અને એબ્સોલ્યુટ રિટર્ન (Absolute Return) વચ્ચે મૂંઝવણ અનુભવતા હોય છે. તેમને આ ત્રણેય વચ્ચેનો તફાવત સમજાતો નથી.

| Updated on: Feb 21, 2026 | 12:06 PM
1 / 8
સૌથી પહેલો પ્રશ્ન એ છે કે, રોકાણકારોએ પોતાની સ્કીમનું પ્રદર્શન જાણવા માટે આમાંથી (CAGR, XIRR અને Absolute Return) કયા રિટર્નનો ઉપયોગ કરવો જોઈએ?

2 / 8
એક્સપર્ટ્સનું કહેવું છે કે, CAGR, XIRR અને એબ્સોલ્યુટ રિટર્ન ત્રણેયનો ઉપયોગ ફંડના પરફોર્મન્સને જાણવા માટે થાય છે. શરૂઆતથી અંત સુધી સ્કીમની કુલ વૃદ્ધિ એટલે કે કુલ વળતર, એ 'એબ્સોલ્યુટ રિટર્ન'નો અર્થ છે . ટૂંકમાં, જો કોઈ ફંડનું એબ્સોલ્યુટ રિટર્ન 75 ટકા છે, તો તેનો અર્થ એ છે કે, તમે જે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તે પૈસા હવે વધીને 1.75 લાખ થઈ ગયા છે.

3 / 8
મ્યુચ્યુઅલ ફંડના રિટર્નને જાણવા માટે એબ્સોલ્યુટ રિટર્ન, CAGR અને XIRR ત્રણેયનો ઉપયોગ થાય છે. CAGR નો અર્થ કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (Compounded Annual Growth Rate) થાય છે. બીજીબાજુ,  XIRR ને એક્સટેન્ડેડ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન (Extended Internal Rate of Return) કહેવામાં આવે છે.

4 / 8
રોઈનેટ સોલ્યુશન્સ (Roinet Solutions) ના MD અને ફાઉન્ડર સમીર માથુરે જણાવ્યું હતું કે, "દરેક માપદંડનો પોતાનો અલગ ઉપયોગ છે. એબ્સોલ્યુટ રિટર્ન દ્વારા કુલ નફો કે નુકસાન જાણી શકાય છે. CAGR ફંડના વાર્ષિક સરેરાશ વળતરની માહિતી આપે છે, જ્યારે XIRR રોકાણના સમય (Timing) અને કેશ-ફ્લોની રકમ વિશે જણાવે છે."

5 / 8
એબ્સોલ્યુટ રિટર્ન કોઈ ચોક્કસ સમયગાળામાં થયેલા કુલ નફા અને નુકસાનને દર્શાવે છે. તે ટૂંકાગાળાના એટલે કે ત્રણ વર્ષથી ઓછા સમય માટે ફંડનું વળતર જાણવા માટે યોગ્ય છે. ફંડ્સ ઈન્ડિયાના સિનિયર મેનેજર (રિસર્ચ) જિરલ મહેતાએ જણાવ્યું હતું કે, "એબ્સોલ્યુટ રિટર્ન શરૂઆતથી અંત સુધીના કુલ વળતરને ટકાવારીમાં દર્શાવે છે. આમાં વળતરનો વાર્ષિક દર હોતો નથી. તે એક વર્ષ જેવા ટૂંકાગાળામાં ફંડનું પ્રદર્શન જાણવા માટે સચોટ છે."

6 / 8
CAGR રોકાણના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર વિશે જણાવે છે. તે લાંબાગાળાના રોકાણનું વળતર જાણવા માટે શ્રેષ્ઠ છે. CAGR એકસાથે કરેલા (Lump Sum) રોકાણના વળતરને વાર્ષિક ધોરણે દર્શાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર રોકાણનું વાર્ષિક વળતર જાણવા માંગતો હોય, તો તે CAGR નો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે, જો 1 લાખ રૂપિયાનું રોકાણ 5 વર્ષમાં વધીને 2 લાખ રૂપિયા થઈ જાય, તો CAGR અંદાજે 14.87 ટકા ગણાશે.

7 / 8
સરળ ભાષામાં કહીએ તો, જ્યારે અલગ-અલગ સમયે અનેક વાર રોકાણ કરવામાં આવે અથવા પૈસા ઉપાડવામાં આવે, ત્યારે તેનું વળતર જાણવા માટે XIRR નો ઉપયોગ થાય છે. આનાથી, SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા કરવામાં આવેલા રોકાણનું વળતર જાણવા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. સ્ટોકીફાય (Stockify) ના ફાઉન્ડર અને CEO પીયૂષ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે, "XIRR પદ્ધતિ ખૂબ જરૂરી છે, કારણ કે SIP માં રોકાણકાર સમયાંતરે અનેક વાર રોકાણ કરે છે. તે કેશ ફ્લો પેટર્નનું વિશ્લેષણ કર્યા પછી વાસ્તવિક કમાણી વિશે સચોટ માહિતી આપે છે."

8 / 8
ઝુનઝુનવાલાએ વધુમાં ઉમેર્યું હતું કે, રોકાણકારોએ પોતાની જરૂરિયાત મુજબ આ ત્રણ પ્રકારના રિટર્નનો ઉપયોગ કરીને સ્કીમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું જોઈએ. SIP માટે XIRR, લાંબાગાળાના રોકાણ માટે CAGR અને રોકાણના નાણાં ચોક્કસ સમયગાળામાં કુલ કેટલા વધ્યા છે, તે જાણવા માટે એબ્સોલ્યુટ રિટર્નનો ઉપયોગ કરવો જોઈએ.