
કેવડિયામાં આ મ્યુઝિયમ 5 એકર જમીનમાં બનશે. ભારતની આઝાદી સમયે 562 રાજવી પરિવારોના બલિદાન અને ત્યાગની થીમ પર આ મ્યુઝીયમ તૈયાર કરાશે.

સરદાર પટેલ અને રાજવી પરિવારોના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ વધુ એક પગલું છે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ મ્યુઝિયમ બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહ્ત્વના પ્રોજેકટમાનો આ એક પ્રોજેકટ છે. આ પ્રોજેક્ટ 260 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થવાનો છે. 2 વર્ષમાં આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે.