મુંબઈ વરસાદે જનજીવન ખોરવી નાખ્યું, રેલવે ટ્રેક પર ફરી વળ્યાં પાણી, જુઓ ફોટા

|

Jul 08, 2024 | 7:16 PM

મુંબઈમાં વરસેલા વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. 24 કલાકમાંથી 20 કલાક સુધી ધબકતા મુંબઈમાં ભારે વરસાદે સમગ્ર જનજીવનને સ્થગિત કરી દીધુ છે. ખાસ કરીને મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે, તો નીચાણવાળા વિસ્તારો ઉપરાંત વિવિધ માર્ગ ઉપર પણ પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારની અવરજવરને પણ અસર થવા પામી છે.

1 / 5
મુંબઈના વરસાદે માત્ર લોકલ ટ્રેન જ નહીં, લાંબા અંતરની ટ્રેન સેવા પણ ખોરવી નાખી હતી. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે લાંબા અંતરની ટ્રેન સેવા ખોરવાઈ જવા પામી હતી.

2 / 5
વરસાદ એટલો ભારે હતો કે, વરસાદથી બચવા માટે ઉપયોગમાં લેવાતી છત્રી અને રેઈનકોટ પણ લોકોને કામ આવ્યા નહોતા.

3 / 5
મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભરાયેલા વરસાદી પાણીમાં રમીને કેટલાકે મજા પણ માણી હતી.

4 / 5
નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે રોડ ઉપર પણ પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારની અવર જવરને પણ અસર થવા પામી હતી.

5 / 5
મુંબઈમાં વરસેલા ભારે વરસાદે, શહેરની રફતારને અટકાવી દીધી છે. પાટા ઉપર વરસાદી પાણી ફરી વળતા, મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન સેવા ખોરવાઈ જવા પામી છે.

Next Photo Gallery