રોકાણકારો માટે જેકપોટ ! MSCI ની આગામી યાદીમાં આ 4 કંપની મારી શકે છે ‘બાજી’, જાણો કેટલા કરોડોનું આવશે ‘રોકાણ’

શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ટૂંક સમયમાં ભારતની કેટલીક મોટી કંપનીઓના નસીબ ખુલી શકે છે, કારણ કે તેમને વૈશ્વિક સ્તરના પ્રતિષ્ઠિત 'MSCI ઇન્ડેક્સ'માં સ્થાન મળી શકે તેમ છે.

| Updated on: Mar 17, 2026 | 3:30 PM
1 / 6
MSCI ઇન્ડેક્સ એ એક એવી વિદેશી યાદી છે કે, જેમાં સ્થાન મળવું એટલે કંપની માટે કરોડો ડોલરના વિદેશી રોકાણના દરવાજા ખૂલી જવા. જો કોઈ કંપનીને MSCI ઇન્ડેક્સમાં જગ્યા મળી જાય, તો સમજી લો કે તેના પર દુનિયાભરના રોકાણકારોની નજર પડી જાય છે. Axis Securities ના એક રિપોર્ટ અનુસાર, Federal Bank, Adani Green Energy, Adani Energy Solutions અને Indian Bank ને MSCI ની આગામી સમીક્ષામાં જોડવામાં આવી શકે છે. જો આવું થશે, તો આ શેરોમાં વિદેશી રોકાણના મોટા નાણાં આવી શકે છે.

2 / 6
દુનિયાભરમાં એવા ઘણા મોટા ફંડ અને રોકાણકારો છે કે, જે પોતાના નાણાંનું રોકાણ કરવા માટે MSCI ઇન્ડેક્સને ફોલો કરે છે. બીજું કે, જેવું કોઈ કંપનીનું નામ આ ઇન્ડેક્સમાં જોડાય છે, તેવા જ તે ફંડ્સે ફરજિયાતપણે તે કંપનીના શેર ખરીદવા પડે છે. આ જ કારણ છે કે, MSCI માં જોડાવું એ કોઈપણ કંપની માટે મોટી તક માનવામાં આવે છે.

3 / 6
હવે એક્સિસ સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર, આગામી સમીક્ષામાં Federal Bank, Adani Green Energy, Adani Energy Solutions અને Indian Bank ને MSCI માં સ્થાન મળી શકે છે. જો આવું થશે તો આ ચારેય શેરમાં વિદેશી રોકાણકારોના સારા એવા નાણાં આવી શકે છે.

4 / 6
રિપોર્ટ મુજબ, સૌથી વધુ સંભવિત રોકાણ Federal Bank માં જોવા મળી શકે છે. અંદાજ છે કે,  તેમાં લગભગ 370 મિલિયન ડોલરનું રોકાણ આવી શકે છે. ત્યારબાદ Adani Green Energy નું નામ આવે છે. આ કંપનીમાં લગભગ 200 મિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ ફ્લો આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. Adani Energy Solutions પણ આ યાદીમાં જોડાયેલ છે. રિપોર્ટ અનુસાર, આ કંપનીમાં અંદાજે 190 મિલિયન ડોલરનું રોકાણ આવી શકે છે

5 / 6
આ સાથે જ, Indian Bank માં પણ સારું રોકાણ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આમાં લગભગ 180 મિલિયન ડોલરનો સંભવિત ફ્લો જણાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો બીજા કેટલાક શેરોમાં 2% થી 5% સુધીનો ઉછાળો આવે છે, તો તેઓ પણ MSCI માં એડ (Add) થવાની રેસમાં આવી શકે છે. આ કંપનીઓમાં National Aluminium Company (NALCO), Multi Commodity Exchange (MCX) અને Glenmark Pharmaceuticals ના નામ સામે આવ્યા છે.

6 / 6
કુલ મળીને બજારમાં અત્યારે આ કંપનીઓને લઈને હલચલ વધી શકે છે. MSCI ની સમીક્ષા પહેલા અવારનવાર આ શેરોમાં ટ્રેડિંગ એક્ટિવિટી વધી જતી હોય છે, કારણ કે રોકાણકારો પહેલેથી જ સંભવિત ખરીદીની તૈયારી કરવા લાગે છે. જો કે, હવે રોકાણકારોની નજર MSCI ના અંતિમ નિર્ણય પર ટકેલી છે. જો આ કંપનીઓને ઇન્ડેક્સમાં સ્થાન મળે છે, તો આ શેરોમાં આગામી સમયમાં તેજી જોવા મળી શકે છે.