Monsoon Plants: ચોમાસું આવી ગયું ! ઘરે લગાવો આ 5 પ્લાન્ટ, આંગણું રહેશે લીલુંછમ, જાણો સ્વાસ્થ્ય માટે ફાયદા

|

Jun 24, 2024 | 10:02 AM

ઘણા દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. જોકે હવે ચોમાસું લગભગ આવી જ ગયું છે તેમ સમજો 30 જૂન સુધીમાં આખા ગુજરાતમાં ધમધોકાર વરસાદ શરૂ થાય તેવી આગાહી છે. ત્યારે આ લિસ્ટ છે જે છોડ માટે ચોમાસાની ઋતુ શ્રેષ્ઠ છે.

1 / 6
ઘણા દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ચોમાસું 30 જૂનની આસપાસ ધમધોકાર વરસાદ સાથે આવવાની આગાહી છે. ચોમાસાની ઋતુ છોડ માટે શ્રેષ્ઠ છે. જો તમે પણ ઘરે ગાર્ડનિંગ કરવા માંગો છો તો અહીં કેટલાક છોડના નામ આપવામાં આવ્યા છે જે તમારા ઘરની સુંદરતામાં વધારો કરી શકે છે અને તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવામાં પણ મદદ કરશે.

2 / 6
લેમન ગ્રાસઃ આ એક એવો છોડ છે જે ત્રણ વર્ષ સુધી નિયમિત કાળજી સાથે આરામથી વધે છે. તમે તેનો ઉપયોગ ચા બનાવવા માટે કરી શકો છો. એકવાર લગાવ્યા પછી લાંબા સમય સુધી ફાયદો થાય છે. આ માટે ફરીથી મહેનત કરવાની જરૂર નથી. તમે તેના છોડ નર્સરીમાંથી મેળવી શકો છો. તેને તમારા પોટ્સ અથવા બગીચામાં રોપણી કરી શકો છો. તેને રોપવાનો યોગ્ય સમય ચોમાસું છે.

3 / 6
ફુદીનો: ચટણી બનાવવી હોય કે ફૂડ આઈટમને સજાવટ કરવી હોય. દરેક જગ્યાએ ફુદીનો વપરાય છે. તમે વરસાદમાં ફુદીનો રોપી શકો છો, તે ખૂબ સારું કરશે. તેને લગાવવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. બજારમાંથી ફુદીનો ખરીદો, તેના પાન કાઢીને તેનો ઉપયોગ કરો અને ડાળીઓને 2-3 ઈંચ જમીનમાં દાટી દો. તમને 10-15 દિવસમાં નવા પાંદડા દેખાવા લાગશે. દરરોજ સવારે અને સાંજ થોડું પાણી આપો.

4 / 6
સ્ટીવિયા: સુગર પ્લાન્ટ અથવા સ્ટીવિયા (મીઠી તુલસી) બીજ અથવા કટીંગમાંથી રોપવું ખૂબ જ સરળ છે. આ તમારો સુગરનો વિકલ્પ છે અને ઘરમાં હોવો જોઈએ. આજકાલ, સ્ટીવિયાના છોડ નર્સરીઓમાં ઉપલબ્ધ છે. તેને કોઈની જગ્યાએ રોપવો હોય તો પાંદડા કાઢીને ડાળી વરસાદમાં વાવો તો તે છોડ થોડા સમયમાં ઊગી જશે. તમે તેને તડકામાં રાખી શકો છો પરંતુ તેને નિયમિત પાણી આપવાનું ભૂલશો નહીં.

5 / 6
અપરાજિતા: આ સુંદર છોડની વેલો હંમેશા લીલી રહે છે અને સુંદર ફૂલો આપે છે. તમે બ્લૂ ચા બનાવવા માટે આ બ્લૂ ફૂલોનો ઉપયોગ કરી શકો છો. આટલું જ નહીં તેના સૂકા ફૂલ પણ રાખી શકાય છે. અપરાજિતાનો છોડ લગાવવો સરળ છે, પરંતુ તેની જાળવણી માટે ખાસ કાળજી લેવી પડે છે. આ છોડમાં વધારે પાણી ન નાખવું જોઈએ. જો કે, તેની જમીનમાં હંમેશા ભેજ હોવો જોઈએ.

6 / 6
મીઠો લીમડો: મીઠા લીમડાના પત્તા રસોડામાં જરૂરી છે. તમારા ઘરમાં લગાવેલ છોડ તમારા માટે દરેક સમયે ઉપયોગી થઈ શકે છે. નર્સરીમાંથી એક છોડ લાવો અને તેને વાવો. જો તે પહેલાથી જ કોઈની જગ્યાએ રોપાયેલું હોય તો તમે બીજ પણ લાવી શકો છો.  મીઠા લીમડાનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ત્વચા પણ સ્વસ્થ રહે છે.

Next Photo Gallery