AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : સગીર પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો એ પણ POCSO હેઠળ ગુનો ? જાણો શું કહે છે કાયદો

કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર સગીરા સાથે લગ્ન કરી લેવાથી આરોપી POCSO કાયદા હેઠળની કાનૂની કાર્યવાહીમાંથી બચી શકતો નથી. જાણો સમગ્ર મામલો અને POCSO ની કલમો હેઠળ થતી સજાની જોગવાઈઓ.

Sachin Agrawal
| Edited By: | Updated on: Sep 02, 2026 | 8:21 PM
Share
કેરળ હાઈકોર્ટે પોક્સો (POCSO) એક્ટ હેઠળ નોંધાયેલો કેસ રદ કરવાની એક આરોપીની અરજી ફગાવી દીધી છે. આરોપીની એવી દલીલ હતી કે જે સગીરા પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે, તે વાસ્તવમાં તેની પત્ની છે. કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે, માત્ર સગીરા સાથે લગ્ન કરી લેવાથી આરોપી કાનૂની કાર્યવાહીમાંથી મુક્ત થઈ શકતો નથી. આ ઉપરાંત લગ્ન સંબંધિત કોઈ સત્તાવાર દસ્તાવેજો રજૂ ન થયા હોવાથી કોર્ટે જણાવ્યું કે ટ્રાયલ દરમિયાન એ પણ ચકાસવામાં આવશે કે આ લગ્ન કાયદેસર હતા કે નહીં.

1 / 10
જસ્ટિસ જોબિન સેબેસ્ટિયને પોક્સો એક્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કાયદા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ વ્યક્તિ (છોકરો કે છોકરી) બાળક ગણાય છે. તેથી 17 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધવાના કિસ્સામાં પોક્સોના નિયમો સંપૂર્ણપણે લાગુ પડશે. ભલે લગ્ન મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ થયા હોય, પરંતુ છોકરી સગીર હોવાને કારણે તેના પર પોક્સોના કાયદા જ લાગુ રહેશે. માત્ર લગ્ન થઈ જવાથી પોક્સો કાયદાની જોગવાઈઓ પર કોઈ અસર થતી નથી.

2 / 10
શું હતો સમગ્ર મામલો? કેરળના એક શખ્સ પર આરોપ હતો કે તે 23 ઓક્ટોબર 2021 ના રોજ એક સગીરાને ભગાડી ગયો હતો અને પોતાના ઘરમાં રાખીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. ‘બાર એન્ડ બેંચ’ના અહેવાલ મુજબ, આરોપી સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 375 અને પોક્સો એક્ટ 2012 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ બચાવમાં દલીલ કરી હતી કે તેણે છોકરીનું અપહરણ કર્યું નથી, પરંતુ 23 જુલાઈ 2021 ના રોજ બંને પરિવારોની હાજરીમાં ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને તે સમયે છોકરીની ઉંમર 17 વર્ષથી વધુ હતી. જોકે, પરિવારજનો આ લગ્નના કોઈ કાયદેસર પુરાવા રજૂ કરી શક્યા નહોતા, જેથી કોર્ટે કેસ રદ કરવાનો ઇનકાર કરી ટ્રાયલ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

3 / 10
શું છે POCSO એક્ટ? કેટલી સજા થઈ શકે? POCSO એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ, 2012 (Protection of Children from Sexual Offences Act). આ કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે છોકરા અને છોકરી બંને પર સમાન રીતે લાગુ પડે છે. પોક્સોના કેસોની સુનાવણી વિશેષ પોક્સો કોર્ટમાં થાય છે. આ કાયદા હેઠળના મોટાભાગના ગુના બિનજામીનપાત્ર (Non-Bailable) હોય છે.

4 / 10
પોક્સોની મુખ્ય કલમો અને સજાની જોગવાઈઓ: કલમ 3 અને 4: બાળકી કે બાળક સાથે બળાત્કાર અથવા ગંભીર પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ એસોલ્ટના કેસમાં આ કલમ હેઠળ ગુનો નોંધાય છે. તેમાં ઓછામાં ઓછી 10 વર્ષની કેદથી લઈને આજીવન કેદ અને દંડની જોગવાઈ છે.

5 / 10
કલમ 5 અને 6: જ્યારે કોઈ પોલીસકર્મી, શિક્ષક, હોસ્પિટલ સ્ટાફ, નજીકના સગાં કે વિશ્વાસ ધરાવતી વ્યક્તિ દ્વારા આ ગુનો આચરવામાં આવે ત્યારે એગ્રવેટેડ પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ એસોલ્ટ હેઠળ ગુનો બને છે. તેમાં ઓછામાં ઓછી 20 વર્ષની કેદથી લઈને આજીવન કેદ અથવા મૃત્યુદંડ (ફાંસી) સુધીની સજાની જોગવાઈ છે.

6 / 10
કલમ 7 અને 8: બાળક સાથે જાતીય હિંસા (ખોટી રીતે અડપલાં કરવા, છેડતી કે બળાત્કારનો પ્રયાસ) કરવા પર આ કલમો લાગુ પડે છે, જેમાં 3 થી 5 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે.

7 / 10
કલમ 9 અને 10: ગંભીર પરિસ્થિતિઓમાં કરવામાં આવેલી જાતીય સતામણી (Aggravated Sexual Harassment) ના કેસમાં 5 થી 7 વર્ષ સુધીની કેદ અને દંડની સજા નક્કી કરવામાં આવી છે.

8 / 10
કલમ 11 અને 12: અશ્લીલ ઇશારા કરવા, સેક્સ્યુઅલ કોમેન્ટ્સ કરવી, પીછો કરવો કે અશ્લીલ મેસેજ મોકલવાના કેસોમાં 3 વર્ષ સુધીની કેદ અને દંડની સજા થાય છે.

9 / 10
કલમ 13 થી 15: આ કલમો ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંબંધિત છે. બાળકોને અશ્લીલ સામગ્રીમાં સામેલ કરવા, આવી સામગ્રીનું પ્રસારણ કરવું કે સંગ્રહ કરવો એ ગંભીર ગુનો છે. વર્ષ 2019 ના સંશોધન બાદ આ ગુના માટે સજા વધુ કડક બનાવવામાં આવી છે.

10 / 10

Disclaimer:

જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.

કાનુની સવાલ : શું આજીવન કેદની સજા મૃત્યું થાય ત્યાં સુધીની હોય છે, જાણો

Follow Us
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ

વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video

ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી

Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે

g clip-path="url(#clip0_868_265)">