દિવાળી પર મોટાભાગના લોકોના ઘરે નાનખટાઈ મળતી હોય છે. ત્યારે ચણાનો લોટ, થીજેલુ ઘી, બુરુ ખાંડ, રવો, ખાવાના સોડા, ઈલાયચી પાઉડર સહિતની સામગ્રીની જરુર પડશે.
નાનખટાઈ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં થીજેલું ઘી લો. તમે શુદ્ધ ઘીની જગ્યાએ વનસ્પતિ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં બૂરું ખાંડને ચાળીને ઉમેરો અને બંન્ને 10 મીનીટ સુધી બરાબર મિક્સ કરી લો.
બંન્ને વસ્તુને બરાબર મિક્સ કરી મેંદો, રવો અને ચણાનો લોટ ઉમેરો. આ સાથે જ ખાવાના સોડા અને ઈલાયચી પાઉડર ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો.
હવે આ મિશ્રણના નાના પેંડા બનાવી લો. ત્યારબાદ ઓવનમાં 170 ડિગ્રીએ 9-10 મીનીટ પ્રીહિટ કરીને બેકિંગ ટ્રે પર ઘી લગાવી અથવા બટર પેપર પર નાનખટાઈ થોડીક દૂર ગોઠવો. જેથી નાનખટાઈ સારી રીતે ફૂલી શકે.
નાનખટાઈને દસ મીનીટ સુધી 180 ડિગ્રીએ 10 થી 12 મીનીટ બેક કરી દો. પરંતુ ધ્યાન રાખો કે નાનખટાઈ નીચેના ભાગથી બળી ન થઈ જાય. તમે ઈડલી બનાવવાના કૂકરમાં પણ બેક કરી શકો છો. થોડી જ મીનીટોમાં નાનખટાઈ તૈયાર થઈ જશે.
Published On - 3:08 pm, Sat, 26 October 24