મહાશિવરાત્રીને ધ્યાને રાખી સોમનાથ મંદિર 42 કલાક રહેશે ખુલ્લુ, ભાવિકો માટે કરાયા વિવિધ ભક્તિમય આયોજનો- Photos

|

Mar 06, 2024 | 8:17 PM

મહાશિવરાત્રીને ધ્યાને રાખી સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લુ રહેશે. આ દિવસે દરિયા કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલીંગ મહાપૂજા, તેમજ સોમનાથ મંદિરમાં ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજા, અને પાઘ પૂજાનો લાભ મળશે. આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે સાંજે 6.30 કલાકે ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી 'જયતુ સોમનાથ' સંગીત નાટિકા યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

1 / 9
મહાશિવરાત્રીને ધ્યાને રાખી દેવાધિદેવના દર્શનાર્થે આવતા ભાવિકો માટે મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે. આ દિવસે મંદિર દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યા છે. સવારે 4 વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે તેમજ અનેકવિધ ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા છે.

2 / 9
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે 4 વાગ્યે મંદિર ખુલી જશે. સવારે 7 વાગ્યે પ્રાત: આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજાપૂજા અને પાલખી પૂજા કરી 9.30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં વિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજાશે.

3 / 9
આ દિવસે સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર જ મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.

4 / 9
મહાશિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે. જેમા આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી.

5 / 9
આ વર્ષે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને લઈ સવારે 08:00 થી 09:00 વાગ્યે નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજાનું આયોજન કરાયુ છે. આ પૂજામાં  નોંધણી કરાવવા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

6 / 9
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ઐતિહાસિક મહાત્મ્યને સંગીતમય શૈલીમાં શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરતી 'જયતું સોમનાથ' સંગીત નાટીકા ગાયક હેમંત જોષી અને 100 થી વધુ કલાકારો દ્વારા ભોળાનાથના ભજન અને સંગીત આરાધના સાથે પ્રસ્તુત કરવામાં આવશે. મહાશિવરાત્રી પર્વે સાંજે 6:30 વાગ્યે આ નાટિકાનો પ્રારંભ થશે. રાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ ધરાવનાર સંગીતકાર અને ગાયક હેમંત જોશી દ્વારા પોતાના 100 થી વધુ કલાકારોના સમૂહ સાથે તૈયાર કરાયેલ જયતું સોમનાથ સંગીત નાટિકા સૌપ્રથમ વખત સોમનાથમાં ભજવવામાં આવશે. સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે હજારો યાત્રીઓ આ નાટિકા નિઃશુલ્ક જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

7 / 9
મહાશિવરાત્રી પર્વે સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે દરેક ભાવિકો સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર "25₹ બિલ્વ પૂજા સેવા" શરૂ કરાઈ છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને 25₹ ની ન્યોછાવર રાશિ થી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/ShortTermPooja/  પર બુક થઈ શકશે.

8 / 9
મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરે તે માટે સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે.

9 / 9
 સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક વ્યવસ્થામાં વધારે કર્મચારીઓ મૂકી મહાશિવરાત્રીના  પર્વે એક પણ શ્રદ્ધાળુને અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખી છે. વિશેષ રૂપે જ્યારે લાખો લોકો દિવસ દરમિયાન દર્શનાર્થે આવતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાને અગ્રીમ મહત્વ આપી રાઉન્ડ ધ ક્લોક સફાઈ ટીમો તૈયાર કરી તીર્થ નિર્મળ અને સ્વચ્છ અનુભવાય તે સુનિશ્ચિત કર્યું છે. Input Credit- Yogesh Joshi- Somnath

Next Photo Gallery