Stock Market Closed: મહારાષ્ટ્રમાં ચૂંટણીના કારણે શેરબજારમાં કારોબાર બંધ, સાંજે 5.30 પછી કોમિડિટી માર્કેટ ચાલુ
આજે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની વાત કરીએ તો અહીં 288 વિધાનસભા બેઠકો છે અને આ તમામ બેઠકો પર મતદાન થવાનું છે. શનિવારે 23 નવેમ્બરે મતગણતરી થવાની છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પગલે આજે શેર બજારમાં સવારે કોમોડિટી માર્કેટ બંધ રહેશે.
1 / 5
આજે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે.જેના કારણે શેરબજાર બંધ છે. મતદાનના કારણે ઈક્વિટી માર્કેટમાં ટ્રેડિંગ બંધ રહેશે. તો કોમોડિટી માર્કેટમાં, માત્ર સવારનું સત્ર બંધ રહેશે અને સાંજના સત્રમાં એટલે કે સાંજે 5 વાગ્યાથી 11:30/11:55 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે.
2 / 5
એક ટ્રેડિંગ દિવસ પહેલા બજારની સ્થિતિ વિશે વાત કરીએ તો, શરૂઆતના મજબૂત ઉછાળા પછી, દિવસના સેકન્ડ સેશનમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા. સતત સાત દિવસના ઘટાડા બાદ શેરબજાર 19 નવેમ્બરે લીલા નિશાનમાં બંધ થયું હતું. જો કે છેલ્લા એક કલાકમાં ખૂબ જ મજબૂત વેચવાલી જોવા મળી હતી.
3 / 5
સેન્સેક્સ વિશે વાત કરીએ તો, તે એક સમયે ઇન્ટ્રા-ડે 1150 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો પરંતુ છેલ્લા એક કલાકમાં તે લગભગ 900 પોઈન્ટ ઘટ્યો હતો. અંતે 239 પોઈન્ટના ઘટાડા સાથે 77578 પર બંધ રહ્યો હતો.
4 / 5
નિફ્ટી પણ આવા જ ઉતાર-ચઢાવ સાથે દિવસના અંતે 23518 પર બંધ રહ્યો હતો. શેરબજારમાં આ વલણ યુક્રેન દ્વારા રશિયાના સરહદી વિસ્તાર પર હુમલો કરીને પલટાયું હતું.
5 / 5
શેરબજારમાં તાજેતરના ઘટાડાની સૌથી વધુ અસર સરકારી કંપનીઓ એટલે કે PSUs પર પડી છે. PSU કંપનીઓને કુલ રૂ. 15 લાખ કરોડનું નુકસાન થયું છે, જે કુલ ઘટાડાના 31 ટકા છે. તદુપરાંત, BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 13.28 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
Published On - 11:18 am, Wed, 20 November 24