Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત

Sanatan Sanskruti: મહાભારત કાળના 5 એવા રહસ્યમય શિવ મંદિરો વિશે જાણો, જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આજે પણ જાગૃત અવસ્થામાં છે. શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરો સાથે જોડાયેલા અદ્ભુત ચમત્કારો વિજ્ઞાન માટે પણ એક કોયડો છે. પાંડવોએ અજ્ઞાતવાસ અને વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી યુદ્ધવિજય માટે અને ગુમાવેલુ રાજ્ય પરત મેળવવા માટે જપ-તપ અને અનુષ્ઠાન કર્યા હતા.

| Updated on: Aug 25, 2026 | 3:58 PM
1 / 15
Sanatan Sanskruti: હાલ ગુજરાત અને દક્ષિણ ભારતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનો ભગવાન શિવની ભક્તિ, જળાભિષેક અને સાધના માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ પાવન માસમાં મહાદેવ તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મહાભારત કાળથી જ શ્રાવણ અને શિવની પૂજાનો વિશેષ સંબંધ રહ્યો છે.  અજ્ઞાતવાસ અને વનવાસના કઠિન સમયે પણ  પાંડવોએ ભગવાન શિવની ભક્તિ કર હતી અને યુદ્ધમાં વિજય અને ધર્મની સ્થાપના માટે શ્રાવણ માસમાં અનેક સ્થળોએ શિવલિંગની સ્થાપના કરી કઠોર તપ કર્યા હતા.

2 / 15
આજે દેશભરમાં પાંડવો સાથે જોડાયેલા પ્રાચીન શિવ મંદિરો શ્રદ્ધાળુઓ માટે અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. જ્યાં શ્રાવણ મહિનામાં ભક્તો મહાદેવને જળાભિષેક કરવા દૂર-દૂરથી આવે છે. આવો જાણીએ પાંડવો દ્વારા સ્થાપિત અને પૂજવામાં આવેલા આવેલા મુખ્ય શિવધામો વિશે..

3 / 15
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલુ લોધેશ્વર મહાદેવ મંદિરને પાંડવોએ બનાવેલુ શિવ મંદિર માનવામાં આવે છે. માન્યતા છે કે મહાભારત કાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં ભગવાન શિવની આરાધના કરી હતી. એવુ કહેવાય છે કે તેમણે યુદ્ધમાં વિજય અને તેમનું ગુમાવેલુ રાજ્ય પરત મેળવવાન કામના સાથે જપ-તપ અને અનુષ્ટાન કર્યા હતા. મંદિરના ગર્ભગૃહમાં પ્રાચીન શિવલિંગ વિરાજમાન છે. અહીં માતા પાર્વતીની પ્રાચીન પ્રતિમાઓ હોવાની માન્યતા છે. સ્થાનિક પરંપરા અનુસાર, વેદવ્યાસ મુનિના કહેવાથી પાંડવોએ અહીં રુદ્ર મહાયજ્ઞ કરાવ્યો હતો.

4 / 15
ઘાઘરા નદીના તટ પાસે આવેલુ આ મંદિર શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. મંદિર પરિસરમાં પાંડવ કૂપ નામનો એક પ્રાચીન કૂવો પણ આવેલો છે. માન્યતા છે કે આ પાણીમાં ઔષધિય ગુણ છે. અને તેને પીવાથી અનેક બીમારીઓ દૂર થઈ જાય છે. જો કે આ દાવાઓની વૈજ્ઞાનિક સાબિતી અલગ વિષય છે. શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભગવાન શિવનો જળાભિષેક કરવા પહોંચે છે. મહાશિવરાત્રિ ના અવસરે મંદિરમાં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે. માન્યતા છે અંતરના ઉંડાણથી અહીં જે કંઈપણ પ્રાર્થના, યાચના કરવામાં આવે છે કે પુરી થાય છે. આ મંદિરના આસપાસના વિસ્તારમાં ખોદકામ કરતા પ્રાચીન લાલ ઈંટો મળી હોવાની પણ અહીંના સ્થાનિકો જણાવે છે.

5 / 15
પાંડેશ્વરધામ: પ્રયાગરાજમાં આવેલુ આ મંદિર પાંડવો સાથે જોડાયેલુ પ્રાચીન શિવ મંદિર માનવામાં આવે છે. સ્થાનિક માન્યતા અનુસાર અજ્ઞાતવાસ દરમિયાન જ્યારે પાંડવો આ ક્ષેત્રમાં પહોંચ્યા ત્યારે તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવની પૂજા કરી. કહેવાય છે કે અંગદેશ અને મગધની યાત્રા દરમિયાન પાંડવોએ ઋશિ ભારદ્રાજની સલાહથી અહીં શિવલિંગ સ્થાપના કરી હતી.

6 / 15
આ મંદિર પથ્થરોથી નિર્મિીત તેની પ્રાચીન સંરચના માટે પણ જાણીતુ છે. તેને પ્રયાગરાજની પંચકોશી પરિક્રમાં સાથે જોડેયેલુ મુખ્ય ધાર્મિક સ્થળ ગણવામાં આવે છે. સ્થાનિક માન્યતામાં તેને સિદ્ધપીઠ પણ કહેવામાં આવે છે. શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે કે અહીં ભગવાન શિવના દર્શન અને પૂજા કરવાથી તેની મનોકામના પૂર્ણ થાય છે.

7 / 15
મમલેશ્વર મહાદેવ મંદિર: હિમાચલ પ્રદેશની સુંદર પહાડીઓમાં આવેલુ આ મંદિર અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો દ્વારા સ્થાપિત છે. પાંડવો અહીં થોડા સમય માટે રોકાયા હતા અને આ દરમિયાન તેમણે ભગવાન શિવની સ્થાપના કરી હતી. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમાઓ આવેલી છે. અહીં એક પ્રાચીન શિવલિંગ પણ સ્થાપિત છે.

8 / 15
સ્થાનિક માન્યતા અનુસાર, આ ક્ષેત્રમાં ભીમના મુલાકાત હિડિંબા સાથે થઈ હતી જે બાદમાં તેમના પત્ની બન્યા હતા. મંદિરમાં ભીમ સાથે જોડાયેલુ એક વિશાળ ઢોલ પણ રાખવામાં આવેલુ છે. સ્થાનિકો તેને ભીમનો ઢોલ માને છે. મંદિરમાં લગભગ 200 ગ્રામ વજનનો એક પ્રાચીન ઘઉંનો દાણો પણ રાખવામાં આવ્યા છે. માન્યતા છે કે આ દાણો પાંડવોના સમયનો છે અને પાંડવોએ તેને અહીં ઉગાડ્યો હતો.

9 / 15
  મંદિર પરિસરમાં એક અખંડ અગ્નિ અને ધૂની સાથે જોડાયેલી પણ માન્યતા પ્રચલિત છે. શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે કે આ અગ્નિ મહાભારતકાળથી સતત પ્રગટી રહી છે. જો કે આટલા લાંબા સમય સુધી તેના જલતા રહેવાના દાવાની ઐતિહાસિક પુષ્ટિ અલગ વિષય છે

10 / 15
શ્રી કાલીનાથ મહાકાલેશ્વર મહાદેવ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના દેહરા નજીક પરાગરપુર ગામમાં આવેલુ છે. આ મંદિર બિયાસ નદીના કિનારે આવેલુ છે. માન્યતા છે કે લાક્ષાગૃહની ઘટનામાંથી સુરક્ષિત બચ્યા બાદ પાંડવોએ અહીં ભગવાન શિવની આરાધના કરી હતી. મંદિરમાં સ્થાપિત શિવલિંગને વિશેષ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતા છે કે ભગવાન શિવ અને માતા કાલી બંનેની શક્તિનો વાસ છે. એવુ કહેવાય છે કે અહીં સ્થાપિત શિવલિંગ ધીમે ધીમે જમીનની અંદર સમાઈ રહ્યુ છે.

11 / 15
 અન્ય એક કથા અનુસાર વનવાસ દરમિયાન પાંડવો તેમની સાથે પ્રયાગ, ઉજ્જૈન, નાસિક, હરિદ્વાર અને રામેશ્વરમ જેવા મુખ્ય તીર્થોનું જળ લઈને આવ્યા હતા. આ પાંચ તીર્થોના જળને તેમણે અહીં એક તળાવમાં ઉમેર્યુ હતુ. આ જ કારણે આ સ્થાન પંચતીર્થ ગણાવા લાગ્યુ. માન્યતા છે કે આ પંચતીર્થમાં સ્થાન કરવાથી પૂણ્યની પ્રાપ્તિ થાય છે અને વૈશાખીના દિવસે અહીં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે

12 / 15
લાખા મંડળ મહાદેવ મંદિર ઉત્તરાખંડમાં યમુના નદીના કિનારે આવેલુ છે, જે માતા પાર્વતીને સમર્પિત પ્રાચીન મંદિર છે. તેનો સંબંધ પણ મહાભાર કાળ અને પાંડવો સાથે છે. માન્યતા છે કે દૂર્યોધને પાંડવોને મારી નાખવા માટે લાક્ષાગૃહ નિર્માણ કરાવ્યુ હતુ. પાંડવ આ ષડયંત્રથી બચીને એક ગુફાના રસ્તેથી બહાર નીકળી ગયા હતા.

13 / 15
 જે સ્થાનેથી પાંડવોના બહાર નીકળવાની કથા કહેવામાં આવે છે ત્યાં ચિત્રેશ્વર મહાદેવ સાથે જોડાયેલી ગુફા પણ છે. જે લાખામંડલ ગામ પાસે સ્થિત છે. એવુ કહેવાય છે કે આ ઘટના બાદ યુધિષ્ઠિરે ભગવાન શિવ અને માતા-પાર્વતી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યુ અને શિવલિંગની સ્થાપના કરી

14 / 15
મંદિર પરિસરમાં અલગ અલગ રંગ અને આકારના બે શિવલિંગ આવેલા છે. અહીં એક પહાડ પર માચા પાર્વચીના પગના નિશાન હોવાની પણ માન્યતા છે. આજે લાખામંડળ મહાદેવ મંદિર ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે આ મંદિર અને પાંડવોના સાથે સંબંધિત અને સ્થાનિક માન્યતાઓ અને લોકકથાઓ પર આધારીત છે.

15 / 15
Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત

Published On - 2:41 pm, Tue, 25 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.