2 ભાઈ, 3 બહેનો , 2 પત્ની અને 2 પુત્રોનો આવો છે ગણેજીનો પરિવાર, જુઓ ફોટો
ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થઈ રહ્યો છે, ગણેશ ઉત્સવને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. તો આજે આપણે ગણેશજીના પરિવાર વિશે વાત કરીશું, કે, ગણેશજીના પરિવારમાં કોણ કોણ છે.
1 / 6
ગણેશ ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ભક્તો ગણપતિની મૂર્તિઓનું સ્થાપન કરી તેની પૂજા અર્ચના કરે છે.સમગ્ર દેશમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવ શરૂ થાય અને 10 દિવસ સુધી લોકો ઉજવણી કરે છે.
2 / 6
ગણેશનો જન્મ ક્યાં થયો હતો તેનું વાહન શું છે. ગણેજીની પત્નીના નામ છે. આ બધી વાત વિશે સૌ કોઈ જાણવા માંગે છે.તો આજે આપણે ગણેજીના પરિવાર વિશે વાત કરીશું
3 / 6
શિવજીના પરિવારમાં માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી, ગણેશજી છે. શિવજીનું વાહન નંદી, માતાનું વાઘ, કાર્તિકેયનું મોર અને ગણેશજીનું વાહન ઉંદર છે. ગણેશને શિવ અને પાર્વતીના પુત્ર તરીકે લોકપ્રિય માનવામાં આવે છે,
4 / 6
શંકરના બીજા પુત્ર ગણેજીને દેવતાઓમાં પ્રથમ પૂજવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યમાં તેની પુજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને ભાઈ કાર્તિકેય છે.ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ ભગવાન અયપ્પા છે અને દક્ષિણ ભારતમાં તેમની પૂજા કરવામાં આવે છે.
5 / 6
શિવની ત્રણ પુત્રીઓ છે, અશોક સુંદરી, જ્યોતિ અને દેવી વાસુકી અથવા મનસા. જોકે ત્રણેય બહેનો તેમના ભાઈઓની જેમ બહુ લોકપ્રિય નથી, પરંતુ તેમની પૂજા કરવામાં આવે છે.
6 / 6
ગણેશને બે પત્નીઓ છે રિદ્ધિ અને સિદ્ધિ. ભગવાન ગણેશને રિદ્ધિથી શુભ અને સિદ્ધિથી લાભ નામના બે પુત્રો છે. ગણેશજીની પુત્રીનું નામ સંતોષી છે. અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Published On - 10:35 am, Mon, 26 August 24