Loksabha Election 2024 : બારડોલી બેઠક પરથી કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉતાર્યા મેદાનમાં, જાણો કોણ છે આ ઉમેદવાર

|

Mar 15, 2024 | 4:59 PM

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 43 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. જેમાંથી ગુજરાતની 26 બેઠક માંથી 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનું નામ જાહેર કર્યુ છે.

1 / 5
કોંગ્રેસે બોરડોલી બેઠક પરથી સિદ્ધાર્થ  ચૌધરી માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ચૌધરીના પુત્ર છે. સિદ્ધાર્થ ચૌધરીએ રાજકીય અને સામાજીક ક્ષેત્રની કારકિર્દી શું છે તે જાણીશું.

2 / 5
કોણ છે સિદ્ધાર્થ ચૌધરી : સિદ્ધાર્થ ચૌધરીનો જન્મ 21 જાન્યુઆરી 1977ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ અમરસિંહ ચૌધરી છે. અમરસિંહ ચૌધરી વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા  છે.

3 / 5
સિદ્ધાર્થ ચૌધરી તાપી જિલ્લામાંથી આવે છે. તેઓ 2010-2015માં તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. સિદ્ધાર્થ ચૌધરી વ્યારા તાલુકા પંચાયત 2015-2018 ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે.

4 / 5
સિદ્ધાર્થ ચૌધરી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી તેમજ 2005 - 2009માં સુરત જિલ્લા યુથ કોંગ્રેસમાં ઉપપ્રમુખ રહી ચુક્યા છે.

5 / 5
આ ઉપરાંત સિદ્ધાર્થ ચૌધરી ઓગસ્ટ 2020થી સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓ પ્રજાના અનેક પ્રશ્નોને લઈ વિવિધ સંગઠનો સાથે પણ જોડાયેલા છે.

Published On - 12:33 pm, Fri, 15 March 24

Next Photo Gallery