
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈ કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં તેમણે એફિડેવિટ પણ રજુ કરી છે. આ એફિડેવિટમાં તેમના બેંકમાં કેટલા રુપિયા ડિપોઝિટ છે, સોનાના ઘરેણા અંગ પણ માહિતી આપી છે.

એફિડેવિટમાં રજૂઆત કર્યા અનુસાર વર્તમાન સમયમાં રાહુલ ગાંધી પાસે 333.300 ગ્રામની જ્વેલરી છે. જેની નેટ 168.800 ગ્રામ છે.

રાહુલ ગાંધી પાસે રહેલી જ્વેલરી અને બુલીયનની કિંમત 4,20,850 રુપિયા છે. જેમાં સોના સહિત અન્ય ધાતુની જ્વેલરીનો પણ સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીએ એફિડેવિટમાં આપેલી સંપત્તિની માહિતી અનુસાર તેમની પાસે ગોલ્ડ બોન્ડમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.આ સિવાય એનએસએસ અને પોસ્ટલ સેવિંગ્સ સહિત વીમા સંબંધિત પોલિસીમાં 61 લાખ રૂપિયા જમા કરાવ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 2 બેન્કમાં સેવિંગ અકાઉન્ટ છે. જેમાં SBI સેવિંગ એકાઉન્ટ-2,21,383 રુપિયા છે. જ્યારે HDFC બેન્કમાં સેવિંગ અકાઉન્ટમાં 24,03,774 જેટલા રુપિયા પડ્યા છે. આમ કુલ મળીને 26,25,157 રુપિયા બેન્કમાં છે.