રોકાણકારોના જીવ અધ્ધરરર… સરકાર જૂન-જુલાઈમાં વેચી શકે છે LIC નો 2% હિસ્સો, બ્રોકરેજ હાઉસે આપ્યું મોટું નિવેદન

સરકાર દ્વારા ઓફર ફોર સેલ (OFS) મારફતે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આશરે 10,000 કરોડ રૂપિયાનો મોટો હિસ્સો વેચવાની ચર્ચા શરૂ થતાં જ શેરમાં 4 ટકા સુધીનો કડાકો બોલાયો છે. જાણો બજારના આ મોટા ન્યૂઝ અને આગામી ટાર્ગેટ પ્રાઈઝ વિશે વિગતવાર માહિતી.

| Updated on: May 28, 2026 | 8:33 PM
1 / 7
સરકાર દ્વારા હિસ્સો વેચવાના સમાચાર આવતાની સાથે જ દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેર આજે ભારે દબાણમાં જોવા મળ્યા હતા. બજારમાં આ મોટી ડીલ અને સંભવિત ઓફર ફોર સેલ (OFS) ને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જો કે, શેરમાં આવેલા આ ઘટાડા છતાં પણ જાણીતા બ્રોકરેજ હાઉસ આ સ્ટોક પર મજબૂત ભરોસો જતાવી રહ્યા છે.

2 / 7
આજના ટ્રેડિંગ સેશનમાં LIC ના શેરમાં આશરે 4 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બપોરે 12:54 વાગ્યા સુધીમાં BSE પર કંપનીનો શેર 3.29% અને 28.15 રૂપિયાના ઘટાડા સાથે 827 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે NSE પર પણ સ્ટોક 3.26% ના ઘટાડા સાથે 827 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

3 / 7
10,000 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારી: બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, સરકાર જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં સંસ્થાકીય રોકાણકારોને કંપનીનો 2% હિસ્સો વેચી શકે છે. આ માટે જૂન મહિનામાં ઔપચારિક માર્કેટિંગ પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે. રિપોર્ટમાં અંદાજ લગાવાયો છે કે આ સંભવિત હિસ્સો વેચીને સરકાર બજારમાંથી આશરે 10,000 કરોડ રૂપિયા એકઠા કરશે. 31 માર્ચ 2026 સુધીના ડેટા અનુસાર સરકાર પાસે LIC માં 96.50% ની મોટી હિસ્સેદારી હતી, જેમાંથી હવે 2% હિસ્સો વેચાઈ શકે છે.

4 / 7
સેબીનો શું છે નિયમ?: સરકારી કંપનીઓમાં છેલ્લા કેટલાક સમયથી ઓફર ફોર સેલની પ્રવૃત્તિઓ ઝડપી બની છે. તાજેતરમાં કોલ ઇન્ડિયામાં પણ સરકાર OFS લાવી ચૂકી છે અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ગયા અઠવાડિયે જ 8% હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. વાસ્તવમાં, ભારતીય શેરબજારના નિયમનકાર સેબીના નિયમો મુજબ, લિસ્ટેડ કંપનીઓમાં ઓછામાં ઓછું 25% પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જરૂરી છે. એટલે કે પ્રમોટર પોતાની પાસે વધુમાં વધુ 75% હિસ્સો જ રાખી શકે છે. LIC માં સરકારનો હિસ્સો હજુ પણ 96% થી વધુ હોવાથી, આગામી સમયમાં વધુ હિસ્સો વેચાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

5 / 7
ઘટાડા વચ્ચે પણ બ્રોકરેજ હાઉસ બુલિશ, શેરમાં કડાકો બોલાયો હોવા છતાં પણ દિગ્ગજ બ્રોકરેજ હાઉસો LIC પર પોઝિટિવ નજર રાખી રહ્યા છે.

6 / 7
ICICI Securities: બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર, LIC નું વર્તમાન વેલ્યુએશન ખૂબ જ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે અને આ ઘટાડો લાંબા ગાળા માટે યોગ્ય નથી, એટલે કે સ્ટોક સસ્તો મળી રહ્યો છે.

7 / 7
Emkay Global: આ બ્રોકરેજ હાઉસે LIC ના શેર પર પોતાનું 'BUY' રેટિંગ જાળવી રાખ્યું છે. એટલું જ નહીં, તેમણે માર્ચ 2027 માટે શેરનો ટાર્ગેટ પ્રાઈઝ 1,000 રૂપિયાથી વધારીને સીધો 1,100 રૂપિયા કરી દીધો છે. ફર્મનું માનવું છે કે કંપનીના વીએનબી (VNB) ગ્રોથ અને પ્રોડક્ટ મિક્સમાં થઈ રહેલો સુધારો આગામી સમયમાં શેરને મજબૂત સપોર્ટ આપશે.

Follow Us