કાનુની સવાલ : પતિ પત્ની સાથે છેતરપિંડી કરે તો પત્નીને કયા અધિકારો મળે છે ? Legal Expert પાસેથી જાણો

જ્યારે સંબંધોની મર્યાદા ભૂલીને કોઈ પણ પુરુષ પોતાની પત્નીને દગો આપે છે. પરંતુ શું તમે જાણો છો કે, જો પતિ પત્નીને દગો આપે છે. તો પત્નીના ક્યાં ક્યાં કાનુની અધિકારો હોય છે? જો નહી તો આ વિશે આજે આપણે લીગલ સીરિઝમાં વિસ્તારથી જાણીએ

| Updated on: Jul 13, 2025 | 11:17 AM
4 / 10
એડવોકેટ મુજબ જો તમારો પતિ તમને દગો આપે છે. તો આ પરિસ્થિતિ ખુબ ઈમોશનલ થઈ જાય છે પરંતુ ઈમોશનલ હોવાની સાથે -સાથે તમને તમારા લીગલ અધિકારો વિશે પણ જાણ હોવી જોઈએ, તો ચાલો જાણીએ ભારતીય કાનુન મહિલાઓને આ પરિસ્થિતિમાં ક્યાં ક્યાં અધિકારઓ આપે છે.

5 / 10
જો તમારા પતિનું એક્સટ્રા મેરિટલ અફેર છે. તો તમે છુટાછેડા લઈ શકો છો. હિન્દુ મેરેજ એક્ટ 1955ના સેક્શન 13(1)(i)ના જો તમારો પાર્ટનર એડલ્ટ્રી એટલે કે, લગ્ન બાદ કોઈ સંબંધ રાખે છે. તો છૂટાછેડા તમે લઈ શકો છો. છૂટાછેડાનો કેસ ફાઈલ કરવા માટે તમારે કેટલાક પ્રુફ જેમ કે મેસેજ, ફોટો, વિટનેસ અને સ્ટેટમેન્ટની જરુર પડશે.

6 / 10
જો તમારા પતિ તમારી સાથે છેતરપિંડી કરે છે અને તમારી પાસે કોઈ આવક નથી, તો તમે નાણાકીય સહાય માંગી શકો છો. મહિલાઓને CrPC ની કલમ 125 હેઠળ ભરણપોષણનો અધિકાર મળે છે. તે જ સમયે, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 24 અને 25 હેઠળ કામચલાઉ અને કાયમી ભરણપોષણનો અધિકાર ઉપલબ્ધ છે. જો કે, એલિમનીના કિસ્સામાં, કોર્ટ પતિની આવક અને તમારી જરૂરિયાતોને જોયા પછી જ નિર્ણય લે છે.

7 / 10
જો તમારા પતિ તમને છેતરપિંડી કરતા હોવાની જાણ થયા પછી ઘરમાંથી કાઢી મૂકે, તો તમે કોર્ટની મદદ લઈ શકો છો.   ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 હેઠળ, સ્ત્રીઓને તેમના પતિના ઘરમાં રહેવાનો અધિકાર મળે છે. આ ઉપરાંત, તમે ઈમોશનલ અબ્યુઝ માટે તમારા પતિ પાસેથી ભથ્થું પણ માંગી શકો છો.

8 / 10
છેતરપિંડી બાદ છૂટાછેડાના મામલે પત્ની પોતાના બાળકોને કસ્ટડી માટે કેસ ફાઈલ કરી શકે છે. આ અધિકાર ગાર્ડિયન એન્ડ વાર્ડસ એક્ટ 1890 હેઠળ મળે છે.  જોકે, કોર્ટ આવા કેસમાં બાળકના કલ્યાણને ધ્યાનમાં લીધા પછી જ નિર્ણય લે છે.

9 / 10
એડવોકેટનું કહેવું છે કે, જો તમારો પતિ તમારી સાથે છેતરપિંડી કરે છે અને તમે ઈમોશનલ પરિસ્થિતિમાં છો, તો તમે સારા વકીલનું સલાહ લઈ કોઈ પગલું લઈ શકો છો.

10 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)