
ભારતીય કાયદા મુજબ જો પતિ-પત્ની છૂટાછેડા લેવા માંગે છે અને બંન્ને તેમના બાળકોની સંયુક્ત રીતે સારસંભાળ કરવા માંગે છે. તો કોર્ટ છૂટાછેડા આપવાની ના પાડી શકતી નથી. છૂટાછેડા અને બાળકોની કસ્ટડી બે અલગ કાનૂની મુદ્દાઓ છે. કોર્ટનો મુખ્ય હેતુ બાળકોના શ્રેષ્ઠ હિતોની ખાતરી કરવાનો છે.

યશિતા સાહુ વિરુદ્ધ છત્તીસગઢ રાજ્ય 2020ના આ કેસમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માતાપિતા વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં લીધા વગર, બાળકોને બંને માતાપિતા સાથે સમય વિતાવવાનો અધિકાર છે, જે તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.

આ નિર્ણયોથી સ્પષ્ટ છે કે, છૂટાછેડાના મામલામાં કોર્ટ બાળકોની કસ્ટડીનો નિર્ણય સર્વોતમ હિતને ધ્યાનમાં રાખીને લે છે. જો બંન્ને માતા-પિતા બાળકોની સંયુક્ત સારસંભાળ માટે સમંત છે. તો કોર્ટ સામાન્ય રીતે આ વ્યવસ્થા સ્વીકારે છે, જો તે બાળકોના શ્રેષ્ઠ હિતમાં હોય.

નિષ્કર્ષ: બાળકના પિતાનું નામ બદલવું એ સરળ પ્રક્રિયા નથી અને તેના માટે યોગ્ય કાનૂની પગલાં લેવાની જરૂર છે. જો પહેલા જીવનસાથી સંમતિ આપે તો પ્રક્રિયા સરળ બની શકે છે. જો તે સંમત ન થાય તો બાળકને દત્તક લેવા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે અથવા કોર્ટમાંથી આદેશ મેળવવો પડશે. કોઈપણ ખોટી રીતે નામ બદલવાનો પ્રયાસ કાનૂની કાર્યવાહીનો ભોગ બની શકે છે. (અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image: Symbolic Image)
Published On - 8:17 am, Wed, 12 March 25