
શું દીકરો પિતાના પેન્શનનો હકદાર છે? 18 વર્ષ સુધી દીકરો પેન્શન લઈ શકે છે.જ્યાં સુધી તે સગીર હોય. 25 વર્ષથી ઓછી ઉંમરના અને બેરોજગાર. હા, પણ જો તે આર્થિક રીતે નિર્ભર હોય તો જ, જો માનસિક/શારીરિક રીતે વિકલાંગ હોય તો આજીવન પેન્શન લઈ શકે છે.સામાન્ય રીતે જો દીકરો નોકરી કરે છે. તો તેને ફેમિલી પેન્શન મળતું નથી.

મહત્વપૂર્ણ લેન્ડમાર્ક જજમેન્ટ વિશે વાત કરીએ તો.D.S. Nakara v. Union of India (1983 AIR 130)સુપ્રીમ કોર્ટે પેન્શનને સામાજિક કલ્યાણનો અધિકાર માન્યો, પરંતુ તેને મિલકત કે વારસા તરીકે ગણ્યો નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, પેન્શન તેને જ મળશે. જે પેન્શનના નિયમોમાં સ્પષ્ટ રુપથી નામાંકિત લાભાર્થી છે.

Kamal Rani v. Union of India (2002) અપંગ દીકરાને આજીવન પારિવારિક પેન્શન આપવાનો નિર્દેશ આપ્યો હતો.પેન્શનના નિયમો કેન્દ્ર સરકારના કર્માચારી, રાજ્ય સરકાર, રક્ષા સેવા, કોઈ ખાનગી કંપનીની પેન્શન પોલિસી અલગ હોય છે.

પેન્શનના નામાંકિતમાં દીકરાનું નામ નથી તો દીકરો નિયમ અનુસાર પાત્ર નથી.તે પેન્શનનો દાવો પણ કરી શકતો નથી. માત્ર પારિવારિક પેન્શન(Family Pension)નો જ ઉત્તરાધિકારિકાર રુપે આપવામાં આવે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
Published On - 7:50 am, Sat, 10 May 25