કાનુની સવાલ : શું આજીવન કેદની સજા મૃત્યું થાય ત્યાં સુધીની હોય છે, જાણો

આજીવન કેદ એટલે દોષિત વ્યક્તિને તેના જીવનના બાકીના સમય માટે, એટલે કે, તેના છેલ્લા શ્વાસ સુધી કેદ. આ સજા હત્યા, બળાત્કાર, રાજદ્રોહ અને આતંકવાદ જેવા ગંભીર ગુનાઓ માટે આપવામાં આવે છે.

| Updated on: Sep 01, 2026 | 11:39 AM
1 / 8
વડોદરા પોક્સો કોર્ટે નરાધમોને સખત સજા સંભળાવી છે.વડોદરાનાં ભાયલી ગેંગરેપ કેસમાં આરોપીઓને સજા આપવામાં આવી છે. પાંચેય દુષ્કર્મીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.હવે આરોપીઓ જીવનનાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેશે.

2 / 8
મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસન ને સજા સંભળાવવામાં આવી છે. 22 મહિના બાદ સગીર પીડિતાને ન્યાય મળ્યો છે.4 ઓક્ટોબર 2024 ની રાત્રે ગેંગરેપની ઘટના બની હતી.

3 / 8
હવે આજીવન કેદને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. તો ચાલો આ સજા વિશે વિસ્તારથી જાણીએ.ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS) કલમ 4 આજીવન કારાવાસ ભારતની માન્ય સજાઓમાંની એક છે.

4 / 8
આજીવન કેદ એ એક એવી સજા છે જેમાં ગુનેગારને બાકીનું જીવન જેલમાં વિતાવવું પડે છે. આ સજા હત્યા, ગંભીર બાળ શોષણ, બળાત્કાર, જાસૂસી, રાજદ્રોહ, ડ્રગ્સની હેરાફેરી, માનવ તસ્કરી, ગંભીર છેતરપિંડી અને મોટી ચોરી/લૂંટ જેવા ગંભીર ગુનાઓ માટે આપવામાં આવે છે.

5 / 8
કાયદાકીય રીતે, આજીવન કેદનો અર્થ ફક્ત 14 કે 20 વર્ષ નહીં, પણ સમગ્ર જીવન માટે આજીવન કેદ છે. કેટલાક કિસ્સાઓમાં,14 કે 20 વર્ષની સજા પૂર્ણ થયા પછી સરકારના સારા વર્તન અથવા ખાસ માફી નિયમો હેઠળ મુક્તિ શક્ય બની શકે છે, પરંતુ આ અધિકાર નથી.

6 / 8
ભારતીય દંડ સંહિતા (BNS) 2023 નવા કાયદા હેઠળ, આજીવન કેદનો અર્થ સ્પષ્ટપણે વ્યક્તિના કુદરતી જીવનના બાકીના સમય માટે કેદ છે.

7 / 8
સરકાર (અથવા બંધારણના અનુચ્છેદ 72/161 હેઠળ રાષ્ટ્રપતિ/રાજ્યપાલ) સારા વર્તન અથવા સરકારી નીતિઓના આધારે સજામાં ઘટાડો કરી શકે છે અથવા પેરોલ આપી શકે છે, પરંતુ આ કેદીનો મૂળભૂત અધિકાર નથી.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us
Loading...
Unable to load recommendations.