
તમે જ્યારે ઘર ખાલી કરી રહ્યા છો, મકાન માલિક પાસે લેખિતમાં એ જરુર લખો કે, કેટલી રકમ પરત આપવામાં આવી રહી છે. આ ભવિષ્યમાં કોઈ વવિાદની સ્થિતિમાં તમારા પક્ષમાં કામ આવશે.

જો આપણે ભાડૂઆતના કાનૂની અધિકારોની વાત કરીએ તો. ભારતમાં સિક્યોરિટી ડિપોઝિટ પર નિયમ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. જે તેના રેન્ટ કંટ્રોલ એક્ટ હોય છે.મોટાભાગના રાજ્યમાં મકાન માલિક 2થી 3 મહિનાના ભાડાના બરાબરી પર ડિપોઝિટ લઈ શકે છે. જો ભાડૂઆતે મકાન યોગ્ય રીતે પરત કર્યું છે. તો મકાન માલિકે ડિપોઝિટની રકમ પૂર્ણ આપવાનું રહેશે. જો આવું ન કર્યું તો ભાડૂઆત પાસે કાનૂની અધિકારોના વિકલ્પો છે.

કાનૂની પગલું ભરતા પહેલા આપસી સંમંતિ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરો. મેલ કે મેસેજ દ્વારા રિમાઈન્ડર મેસેજ મોકલો, જો આની કોઈ અસર નહી આવે તો વકીલના માધ્યમથી લીગલ નોટિસ મોકલો.જો આમ છતાં કોઈ ઉકેલ ન આવે તો, પછી સિવિલ કોર્ટમાં કેસ કરી શકો છો. જેમાં ભાડુના એગ્રિમેન્ટ, ભાડું આપ્યું છે તેના પુરાવા, ફોટો અને મેસેજ જેવી તમામ વસ્તુઓ આપવાની રહેશે.

તેમજ તમે મકાન માલિકે પૈસા ન આપ્યા તો ટેન્ટ યૂનિયન, કન્ઝ્યુમર ફોરમ કે પછી ઓનલાઈન લીગલ હેલ્પ પ્લેટફોર્મનો સહારો લઈ શકો છો. તમારી થોડી જાગ્રૃતા પણ માત્ર તમારા પૈસા બચાવશે નહી પરંતુ ભવિષ્યમાં એક સારો સંદેશ પણ રહેશે.

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)
Published On - 1:00 pm, Mon, 7 April 25