હાઈકોર્ટમાં 14 અઠવાડિયાના અબોર્શન કરાવવા પર પતિ દ્વારા દાખલ કરાયેલી એક કેસમાં મહિલાને મુક્ત કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, કોઈ પણ મહિલાને તેની ઈચ્છા વિરુદ્ધ પ્રેગ્નન્સી રાખવા કે મજબુર કરવી તેના પોતાના શરીર પરના અધિકારોનું ઉલ્લંઘન છે. આ સાથે માનસિક આધાત વધારતું પગલું છે. મહિલા પતિથી અલગ રહે છે.

જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ આના પર જોર આપ્યું કે, વૈવાહિક કલેશની સ્થિતિમાં અબોર્શનના નિર્ણય માટે મહિલા સ્વતંત્ર છે. કોર્ટે કહ્યું કે, અરજદારે ભારતીય દંડ સંહિતાની કલમ 312 (અબોર્શન કરાવવો) હેઠળ ગુનો કર્યો છે તેવું કહી શકાય નહીં. પસંદગીની સ્વતંત્રતા એ વ્યક્તિગત સ્વાયત્તતાનો એક પાસું છે, અને જન્મ આપવા પર નિયંત્રણ એ બધી સ્ત્રીઓની મૂળભૂત જરૂરિયાત અને અધિકાર છે.

જસ્ટિસ શર્માએ કહ્યું કે, મેડિકલ રીતે અબોર્શન કાનુન હેઠળ પતિની પરવાનગી લેવી જરુરી નથી. આ કાનુન મુળ મહિલાના શારીરિક અને માનસિક સ્વાસથ્યને થનારી ગંભીર નુકસાન અંગે ચિંતા છે.કોર્ટે 6 જાન્યુઆરીના નિર્ણયમાં જો કોઈ મહિલા ગર્ભાવસ્થા રાખવા માંગતી નથી. તો આવું કરવા માટે મજબુર કરવી પોતાના શરીર પર તેના પોતાના હકનો ઉલ્લંધન છે અને આ તેના માનસિક આધાતને વધારે છે. જે તેના માનસિક સ્વાસ્થ માટે હાનિકારક હશે.

પતિએ દલીલ કરી હતી કે ગર્ભપાત સમયે દંપતી સાથે રહેતા હતા અને કોઈ વિવાદ નહોતો, તેથી MTP કાયદાની જોગવાઈઓ લાગુ પડશે નહીં. જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે વૈવાહિક વિખવાદને ફક્ત પક્ષકારો અલગ થયા પછી અને મુકદ્દમામાં પ્રવેશ્યા પછી જ અસ્તિત્વમાં રહે તે રીતે વ્યાખ્યાયિત કરી શકાતો નથી. તેમાં નોંધ્યું હતું કે સ્ત્રી પહેલેથી જ દબાણ હેઠળ હતી.

તો ચાલો હાઈકોર્ટે શું કહ્યું, ગર્ભપાત કાનુન હેઠળ અબોર્શન માટે પતિની અનુમતિ લેવી જરુરી નથી. જન્મ આપવા પર નિયંત્રણ તમામ મહિલાઓની મૂળભૂત જરૂરિયાત અને અધિકાર છે. પ્રેગ્નન્સી રાખવા માટે મજબુર કરવી માનસિક આધાત આપનાર પગલું છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
Published On - 7:21 am, Sun, 11 January 26