
મહિલાએ દલીલ કરી હતી કે તેનો ભૂતપૂર્વ પતિ ખૂબ જ ધનવાન છે અને તેથી આ માંગણીઓ વાજબી છે. આના પર કોર્ટે મહિલાને ઠપકો આપતા કહ્યું કે તે પોતે શિક્ષિત છે અને તેણે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવું જોઈએ.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું, "તમે IT એક્સપર્ટ છો. તમે એમબીએ કર્યું છે. તમને બેંગ્લોર, હૈદરાબાદમાં ગમે ત્યાં કામ મળશે. તમે કામ કેમ નથી કરતા?" કોર્ટે વધુમાં કહ્યું, "તમારા લગ્ન ફક્ત 18 મહિના જ ટક્યા અને હવે તમને BMW પણ જોઈએ છે?"

મહિલાનો શું મત છે?: મહિલાએ ભરણપોષણની પોતાની માંગણીનો બચાવ કરતી વખતે, તેના પતિની સંપત્તિનો ઉલ્લેખ કર્યો અને પતિએ તેના પર ખોટી રીતે તેને છોડવાનો આરોપ લગાવ્યો. 'તે ખૂબ જ ધનવાન છે. તેણે લગ્ન રદ કરવાની માગ કરી છે અને કહ્યું છે કે, હું સ્કિઝોફ્રેનિક છું. શું હું સ્કિઝોફ્રેનિક દેખાઉં છું, સાહેબ?' તેણે બેન્ચને પૂછ્યું.

બાદમાં CJI બીઆર ગવઈએ બંને પક્ષોને સંપૂર્ણ નાણાકીય ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. બેન્ચે એ પણ ભાર મૂક્યો કે, મહિલા તેના 'પતિના પિતાની પૈતૃક મિલકત'નો દાવો કરી શકતી નથી. સુનાવણીના અંતે કોર્ટે અંતિમ પ્રસ્તાવ મૂક્યો - કાં તો મહિલા એક ફ્લેટ સ્વીકારે (જેમાં ભાડું કે અન્ય વસ્તુઓ ચૂકવવાની જરૂર નથી) અથવા 4 કરોડ રૂપિયા લે અને યોગ્ય નોકરી શોધે.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિના કાર્યોને કારણે તેણે પોતાની નોકરી ગુમાવી દીધી. પતિએ તેની સામે ખોટી FIR દાખલ કરી. આના પર સુપ્રીમ કોર્ટે ખાતરી આપી, 'અમે નિર્દેશ આપીશું કે કોઈ પણ પક્ષ એકબીજા સામે કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ ન કરે.' કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય રિઝર્વ રાખ્યો છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)