કાનુની સવાલ : શું પુત્રવધૂને તેના સાસુ અને સસરાની મિલકતમાં હિસ્સો મળે છે? જાણો

શું ક્યારેય તમારા મનમાં એવો સવાલ આવ્યો છે કે, સાસુ-સસરાની પ્રોપર્ટીમાં પુત્રવધૂનો કેટલો હક હોય છે ? તો આના વિશે આપણે આજે વિસ્તારથી વાત કરીશું.શું પુત્રવધૂને સીધો સાસુ-સસરાની મિલકત પર હક મળે છે કે નહી.

| Updated on: Apr 09, 2025 | 3:21 PM
4 / 9
હંમેશા સંપત્તિને લઈ વિવાદ સામે આવતા હોય છે. અને આ જ કારણ છે કે, ભારતીય બંધારણમાં આ અંગે કાયદા બનાવવામાં આવ્યા છે. શું તમે જાણો છો કે પુત્રવધૂ તેના સાસુ અને સસરાની મિલકત પર હકનો દાવો કરી શકે છે? આનો જવાબ બહુ ઓછા લોકો જાણે છે.

5 / 9
 સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, જ્યાં સુધી વૈવાહિક સંબંધ ચાલુ રહે ત્યાં સુધી પુત્રવધૂ તેના સાસરિયાના ઘરમાં રહી શકે છે, પરંતુ તે કાયદેસર રીતે તેના સાસુ અને સસરાની અંગત મિલકતનો દાવો કરી શકતી નથી.

6 / 9
ભારતમાં, મિલકત સંબંધિત નિયમોમાં એ નક્કી કરવામાં આવે છે કે પુત્રવધૂનો તેના સાસરિયાઓની મિલકત પર કેટલો અને કેટલા સમય માટે અધિકાર છે. જો તમે અધિકારિક રીતે પુત્રવધૂ નથી, તો તમને અધિકાર મળશે નહી.

7 / 9
અહીં એક મહત્વપૂર્ણ હકીકત જાણવી જરૂરી છે કે પુત્રવધૂને તેના સાસુ અને સસરાની સ્વ-કમાણી કરેલી મિલકત પર કોઈ સીધો કાનૂની અધિકાર નથી. પુત્રવધૂને આ મિલકતનો અધિકાર ફક્ત તેના પતિ દ્વારા જ મળી શકે છે. જો સાસુ અને સસરા તેમની મિલકત પુત્રવધૂને આપવા માંગતા હોય, તો તેઓ વસિયતનામા દ્વારા અધિકારો આપી શકે છે પરંતુ બળજબરીથી અધિકારો મેળવી શકતા નથી.

8 / 9
તમને જણાવી દઈએ કે, સાસુ-સસરાની પૈતૃક સંપત્તિમાં પણ પુત્રવધુને ત્યારે હક મળી શકે, જ્યારે પતિ પોતાની મિલકતનો હિસ્સો પુત્રવધૂને ટ્રાન્સફર કરે. અથવા પતિનું અવસાન થયું હોય અને તે કામ કરતો નથી વગેરે, તેથી સાચી માહિતી અને કાયદાની સમજ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

9 / 9
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

Published On - 7:24 am, Wed, 9 April 25