
અરજી અને FIR વચ્ચેનો તફાવત: આ બંને વચ્ચેનો તફાવત જોઈએ તો એ છે કે નાના મામલાઓ જેમકે ઝગડો, ગાળા-ગાળી, નાની ધમકી આ બધામાં અરજી કરી શકાય અને મોટા ગંભીર ગુનાઓ જેમકે, રેપ, અકસ્માત, મર્ડર, ચોરી, લૂંટ, દારુ વગેરેના મામલામાં FIRનો સહારો લેવો પડે છે.

કાયદો શું કહે છે?: ભારતીય દંડ સંહિતા (CrPC Section 154) મુજબ, જો કોઈ કૉગ્નિઝેબલ ગુનાની માહિતી પોલીસને આપવામાં આવે તો પોલીસ અધિકારી માટે FIR નોંધવી ફરજિયાત છે. જો પોલીસ FIR નોંધવા ઇનકાર કરે તો નાગરિક સીધા મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી શકે છે.

સામાન્ય માણસ માટે શીખવા જેવી વાત: ઘણા લોકો અરજીને જ FIR માની લે છે, જેના કારણે તેઓ કાયદાકીય સુરક્ષા ગુમાવી દે છે. એટલે જો ગુનો ગંભીર હોય તો સીધા FIR નોંધાવવી જોઈએ. અરજી માત્ર એક જાણકારી છે, જ્યારે FIR કાનૂની કાર્યવાહીનો દરવાજો ખોલે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાહેર જનતાના નોલેજ માટે છે. જામીન મળી જાય તો તેનો અર્થ એવો નથી કે તમે નાના નાના ગુના કરતા રહો. જનતા માટે બનાવેલા નિયમો ફોલો કરવા એ એક સારા નાગરિકની ફરજ છે.)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Whisk)