કાનુની સવાલ : છુટાછેડા કેસમાં નાના બાળકની કસ્ટડી કોને આપવામાં આવે છે અને કેમ? જાણો સંપૂર્ણ વિગત

Child Custody : જ્યારે છૂટાછેડા થાય છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે બાળકની કસ્ટડી કોને મળશે? ભારતીય કાયદામાં બાળકોની કસ્ટડી નક્કી કરવા માટે વિવિધ કાનૂની જોગવાઈઓ અને ન્યાયિક નિર્ણયો છે, જે ખાતરી કરે છે કે બાળકના શ્રેષ્ઠ હિતનું ધ્યાન રાખવામાં આવે.

| Updated on: Feb 06, 2025 | 12:24 PM
4 / 7
સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ્સ : ગૌરવ નાગપાલ વિરુદ્ધ સુમેધા નાગપાલના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માતાપિતાની ઇચ્છા કરતાં બાળકનું કલ્યાણ વધુ મહત્વનું છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે નાના બાળકનો ઉછેર કરવા માટે માતા વધુ યોગ્ય છે, પરંતુ જો માતા અયોગ્ય સાબિત થાય તો પિતાને કસ્ટડી આપી શકાય છે. રોશન લાલ વિરુદ્ધ જજબીર કૌર : આ કેસમાં પિતાએ કસ્ટડીનો દાવો કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કસ્ટડી તે માતાપિતાને આપવી જોઈએ જેની સાથે બાળક વધુ સુરક્ષિત અનુભવે છે.

5 / 7
તેહરુનિસા વિરુદ્ધ ભારતની સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે માતા-પિતા અલગ થઈ રહ્યા હોય છે ત્યારે બાળકનું ભવિષ્ય તેમના પરસ્પર મતભેદો કરતાં વધુ મહત્વપૂર્ણ હોય છે. આ કિસ્સામાં સંયુક્ત કસ્ટડીનો વિકલ્પ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. રાજેશ્રી વિરુદ્ધ કર્ણાટક રાજ્યમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાળકની માનસિક, ભાવનાત્મક અને શારીરિક સુખાકારી પ્રાથમિકતા હોવી જોઈએ.

6 / 7
કોર્ટ કયા પરિબળોને આધારે કસ્ટડીનો નિર્ણય લે છે? : કસ્ટડીનો નિર્ણય લેતી વખતે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખે છે. બાળકની ઉંમર અને માનસિક સ્થિતિ, માતાપિતાની આર્થિક સ્થિતિ અને લાઈફસ્ટાઈલ, માતાપિતાનું ચારિત્ર્ય અને ગુનાહિત રેકોર્ડ, બાળકોનું શિક્ષણ અને ભવિષ્યની સંભાવનાઓ, બાળકને કયા માતાપિતા સાથે ભાવનાત્મક લગાવ વધુ હોય છે?, શું માતાપિતા બાળકને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડી શકે છે? આ મુદાઓને કોર્ટ ધ્યાનમાં લેશે.

7 / 7
નિષ્કર્ષ : ભારતીય કાયદા અનુસાર બાળકના શ્રેષ્ઠ હિતને પ્રાથમિકતા આપવામાં આવે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો કસ્ટડી સામાન્ય રીતે માતાને આપવામાં આવે છે. પિતાને ફક્ત ત્યારે જ પ્રાથમિકતા મળે છે જો તે સાબિત કરી શકે કે માતા બાળકનો ઉછેર કરવામાં સક્ષમ નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયો દર્શાવે છે કે દરેક કેસ અલગ હોય છે અને કોર્ટ બધા પાસાઓ પર વિચાર કર્યા પછી જ પોતાનો ચુકાદો આપે છે.તાજેતરના સમયમાં સંયુક્ત કસ્ટડીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી બાળક બંને માતાપિતાના પ્રેમ અને સંભાળથી વંચિત ન રહે.

Published On - 9:13 am, Thu, 6 February 25