કાનુની સવાલ : શું CECની ધરપકડ થઈ શકે છે? કાયદો અને કાનૂની સુરક્ષા વિશે જાણો

શું CEC જ્ઞાનેશ કુમારની ધરપકડ થઈ શકે છે? 2023ના કાયદાની કલમ 16, આધિકારિક ફરજ પર હોય ત્યારે તેમને મળતા કાનૂની રક્ષણ અને CEC (Chief Election Commissioner of India)ની ધરપકડને નિયંત્રિત કરતા નિયમો વિશે જાણો.

| Updated on: Sep 25, 2026 | 8:43 AM
1 / 8
23 સપ્ટેમ્બરના રોજ, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) Chief Election Commissioner of India જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ અંગે રાજકીય વિવાદ શરૂ થયો. એક રિપોર્ટ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં SIR અને મતદાર યાદીઓ સંબંધિત વિવિધ નિર્ણયો સામે 14 લેખિત વાંધા નોંધાવ્યા હતા.

2 / 8
મિશનની અંદરના આ આંતરિક મતભેદોને કારણે, વિપક્ષી પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને તેમની ધરપકડની માંગ કરી છે. હવે પ્રશ્ન એ છે કે, શું પોલીસ CECની ધરપકડ કરી શકે છે? શું CEC ફોજદારી કાર્યવાહીથી સંપૂર્ણપણે મુક્ત છે? આનો જવાબ આપવા માટે, બંધારણ અને 2023ના કાયદાને સમજવું મહત્વપૂર્ણ છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

3 / 8
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર અધિનિયમ, 2023 ની કલમ 16, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનર (EC) ને વિશેષ રક્ષણ પૂરું પાડે છે. આ કલમ મુજબ, કોઈપણ કોર્ટ ભૂતપૂર્વ અથવા વર્તમાન CEC અથવા EC સામે તેમની સત્તાવાર ફરજો દરમિયાન કરવામાં આવેલ અથવા કહેવામાં આવેલ કોઈપણ બાબત માટે કોઈપણ નાગરિક અથવા ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકતી નથી.

4 / 8
 આ રક્ષણ ફક્ત વર્તમાન પદાધિકારીને જ નહીં પરંતુ નિવૃત્ત CEC અથવા EC ને પણ લાગુ પડે છે, જો કેસ કલમ 16 હેઠળ આવે છે.

5 / 8
કલમ 16માં મળેલી સુરક્ષા માત્ર આધિકારિક કર્તવ્યો સુધઈ સીમિત નથી. જો કોઈ ચૂંટણી કમિશનર પોતાના પર્સનલ જીવનમાં (હત્યા,ભ્રષ્ટાચાર અને આધિકારિક કામથી અલગ) માં દોષી સાબિત થાય તો ફોજદારી કાયદો લાગુ પડે છે. જો તેના પર ખુબ ગંભીર આરોપ લાગ્યા છે. તો પહેલા સંવૈધાનિક પદથી દુર કરવામાં આવશે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.

6 / 8
સંસદમાં બિલ પર ચર્ચા દરમિયાન 12 ડિસેમ્બર 2023ના રોજ કેન્દ્ર સરકારે એક સુધારા દ્વારા એક નવી જોગવાઈ ઉમેરી, જે પાછળથી કલમ 16 બની. આ કાયદાને 28 ડિસેમ્બર, 2023 ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને 2 જાન્યુઆરી, 2024ના રોજ અમલમાં આવ્યો. ત્યારબાદ કાયદા મંત્રીએ જણાવ્યું કે, તેનો હેતુ CEC અને EC ને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની મંજૂરી આપવાનો હતો.

7 / 8
બંધારણના અનુચ્છેદ 324(5) હેઠળ, CEC ને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ દૂર કરી શકાય છે. જો કે, EC ને ફક્ત CECની ભલામણ પર જ દૂર કરી શકાય છે. આ જોગવાઈ 2023 ના કાયદાની કલમ 11 માં આપવામાં આવી છે.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us
Loading...
Unable to load recommendations.