કાનુની સવાલ : શું પત્ની પોતાના પતિનો પગાર જાણવા માટે RTI દાખલ કરી શકે છે?

ભારતમાં પત્ની પોતાના પતિના પગાર અંગે માહિતી મેળવવા માટે RTI (માહિતી અધિકાર અધિનિયમ, 2005) હેઠળ અરજી કરી શકે છે, પરંતુ ચોક્કસ શરતો અને કાયદાઓ છે.જેનાથી તે સારી રીતે ભરણપોષણનો દાવો કરી શકે.

| Updated on: Sep 05, 2025 | 10:28 AM
1 / 10
તમારો પગાર કેટલો છે. તે કોણ જાણી શકે? મોટાભાગના લોકો તેમના નજીકના લોકો સાથે પગારની વિગતો શેર કરે છે, પરંતુ શું તેનો અર્થ એ છે કે, તેમને વિગતો આપવી જરૂરી છે? પતિનો પગાર જાણવાનો અધિકાર કોને છે? હવે તમે વિચારશો કે હું આટલા બધા પ્રશ્નો કેમ પૂછવામાં આવી રહ્યા છે?

2 / 10
હવે મુદ્દો એ છે કે, માહિતી અધિકાર (RTI) દાખલ કર્યા પછી, પત્નીને તેના પતિના પગારની વિગતો મળી ગઈ છે, પરંતુ દરેક કિસ્સામાં આવું થઈ શકતું નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ પણ આવા કેટલાક ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં સંબંધિત પક્ષને તેના પગારની વિગતો જાહેર કરવી પડી છે. પરંતુ એ પણ જાણવું જોઈએ કે કયા કિસ્સાઓમાં આવું થઈ શકે છે.

3 / 10
હવે ફરી પ્રશ્ન એ છે કે, "શું પગારની માહિતી ખાનગી છે?". આનો જવાબ જાણવા માટે વિસ્તારથી વાત કરીએ.પત્ની પોતાના પતિની સેલેરી વિશે જાણવા માટે RTI હેઠળ આવેદન કરી શકે છે.

4 / 10
કેટલાક જજમેન્ટ પણ આપેલા છે. જે આ વિષયને સ્પષ્ટ કરે છે.Sunita Jain v. Pawan Kumar Jain (Madhya Pradesh High Court, 2018) આ મામલામાં પત્નીએ પોતાના પતિની સેલેરી વિશે જાણકારી આરટીઆઈ દ્વારા માંગી હતી. હાઈકોર્ટે કહ્યું કે, પતિના પગારની માહિતી પત્નીને આપવી કાયદેસર છે. જ્યારે પત્ની ભરણપોષણ જેવા કાયદેસર હેતુ માટે તેનો ઉપયોગ કરી રહી હોય ત્યારે તેને "તૃતીય પક્ષની વ્યક્તિગત માહિતી" ગણવામાં આવશે નહીં.

5 / 10
Rehmat Bano v. CPIO, CIC Decision (2020) આ મામલામાં પત્નીએ RTI હેઠળ તેના પતિના આવકવેરા અને પગારની વિગતો માંગી હતી. CICએ કહ્યું કે, પત્નીની આ જાણકારી 15 દિવસની અંદર આપવી જોઈએ કારણ કે,તે તેના વૈવાહિક અધિકારો સાથે સંબંધિત છે.

6 / 10
Jaya Prakash v. A. Anand (Madras High Court, 2024) મદ્રાસ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, પત્નીને પતિના પગારની જાણકારી આરટીઆઈના માધ્યમથી મળવી જોઈએ,જેનાથી તે સારી રીતે ભરણપોષણનો દાવો કરી શકે.

7 / 10
 હવે આપણે જાણીએ કે, આ મામલે કાનુન શું કહે છે.કોર્ટે કહ્યું છે કે, પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ એક કાયદેસર સંબંધ છે. જેમાં પત્નીને તેના પતિની આવક જાણવાનો કાયદેસર અધિકાર છે. તે ગોપનીયતાનું ઉલ્લંઘન નથી.

8 / 10
તો હવે આપણે જાણીએ કે, કયા કેસમાં RTI માંથી જાણકારી નહી મળે? જો તમારો પતિ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે. તો જાણકારી મળશે નહી. તેમજ જો માહિતી કોઈ કાયદેસર કારણ વગર માંગવામાં આવે (જેમ કે માત્ર જાસૂસી કે બદલો). તો મળશે નહી.

9 / 10
કઈ પરિસ્થિતિમાં પત્ની પતિના પગાર વિશે જાણકારી મેળવી શકે, જો પતિ સરકારી કર્મચારી છે. તો તેનો પગાર એક પબ્લિક રેકોર્ડ હોય છે.આવા કિસ્સામાં પત્ની RTI દાખલ કરી શકે છે અને પગાર વિશે માહિતી મેળવી શકે છે.જ્યારે વ્યક્તિ સરકારી કર્મચારી હોય ત્યારે પગારને વ્યક્તિગત માહિતી ગણવામાં આવતી નથી.

10 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

Published On - 7:31 am, Wed, 3 September 25

Follow Us