
પતિ માટે પત્ની પાસેથી ભરણપોષણ માંગવાનો કાનૂની આધારની જો આપણે વાત કરીએ તો. હિન્દુ લગ્ન એકટ 1955 અને કલમ 24 (Interim Maintenance) છે. આ કલમ હેઠળ પતિ કે પત્નીમાંથી જે પણ આર્થિક રુપથી કમજોર છે. તો તે બીજા પક્ષ પાસેથી ભરપોષણ (Interim Maintenance)ની માંગ કરી શકે છે.

જેનો ઉદ્દશેય છૂટાછેડા કે અન્ય વૈવાહિક વિવાદ દરમિયાન કમજોર પક્ષને કાનુની લડાય લડાવ માટે આર્થિક સહાયતા આપે છે. જો પતિ બેરોજગાર છે, તેમજ તેનો પગાર પત્નીથી ઓછો છે. તો તે પત્ની પાસે ભરણપોષણની માંગ કરી શકે છે.

છૂટાછેડા બાદ પતિ કે પત્નીમાંથી કોઈ પણ પક્ષ સ્થાયી ભરણ પોષણ (Permanent Alimony)ની માંગ કરી શકે છે. ભરણપોષણનો નિર્ણય લેતી વખતે કોર્ટ બંને પક્ષોની આવક, સંપત્તિ અને લાઈફસ્ટાઈલને ધ્યાનમાં લે છે.

Special Marriage Act, 1954, કલમ 37 હેઠળ પણ પતિને પત્ની પાસેથી ભરણપોષણ માંગવાનો અધિકાર છે. જો તે આર્થિક રુપથી નબળો છે.જેમાં પારસી લગ્ન અને છૂટાછેડા કાયદો અલગ છે. પતિ કઈ પરિસ્થિતિમાં ભરણપોષણ માંગી શકે છે.

જો પતિ બેરોજગાર હોય કે તેમની આવક ઓછી હોય. પતિ પાસે આજીવિકાનો કોઈ સ્થિર સ્ત્રોત નથી. અને પત્ની સારી નોકરી કે વ્યવસાય કરી રહી છે. તો પતિ ભરણપોષણ માંગી શકે છે. જો પતિ શારીરિક કે માનસિક બીમાર હોવાના કારણે કામ કરવામાં અસમર્થ છે. તો તે પત્ની પાસેથી ભરપોષણ માંગવાનો હકદાર છે. જો પત્ની આર્થિક રુપથી મજબુત છે. અને પતિ પર નિર્ભર છે. તો કોર્ટ પતિના પક્ષમાં નિર્ણય આપી શકે છે. જો છૂટાછેડા પત્ની દ્વારા દાખલ કરવામાં આવે અને પતિ આર્થિક રીતે નબળો હોય, તો તે ભરણપોષણ માંગી શકે છે.

શું દરેક કેસમાં પતિને ભરણપોષણ મળશે. તો તમને જણાવી દઈએ દરેક કેસમાં પતિને ભરણપોષણ મળશે નહિ.કોર્ટ નીચેના સંજોગો ધ્યાનમાં લે છે. જો પતિ કામ કરવામાં સક્ષમ છે પરંતુ જાણીજોઈને બેરોજગાર છે. તો કોર્ટ ભરણપોષણ આપવાની ના પાડી શકે છે.

જો પતિનું વર્તન ક્રૂરતાવાળું હોય અથવા તેના ગેરકાયદેસર સંબંધો હોય, તો કોર્ટ ભરણપોષણ આપવાની ના પાડી શકે છે. અદાલત બંન્ને પક્ષોની આર્થિક સ્થિતિની તુલના કરે છે અને તેના આધારે ભરણપોષણ નક્કી કરે છે. નિર્ણય લેવા માટે કોર્ટ હંમેશા બંને પક્ષોની નાણાકીય સ્થિતિ અને પરિસ્થિતિઓનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરે છે (All photo : canva)
Published On - 7:47 am, Tue, 11 February 25