
આ ઉપરાંત Indian Penal Code (IPC)ની નીચેની કલમો પણ લાગુ પડે છે: કલમ 294: અશ્લીલ વર્તન અથવા શબ્દો માટે. કલમ 323: કોઈને માર મારવો અથવા ઇજા પહોંચાડવી. કલમ 506: ધમકી આપવી. કલમ 306: જો રેગિંગને કારણે કોઈ આત્મહત્યા કરે તો તે આત્મહત્યાના ઉશ્કેરણીનો ગુનો ગણાય છે.

સજા શું છે?: રેગિંગ કરનારને માટે કડક સજા નક્કી કરવામાં આવી છે: કોલેજમાંથી સસ્પેન્શન અથવા રસ્ટિકેશન. પોલીસ કેસ નોંધાઈ શકે છે અને જેલની સજા થઈ શકે છે (2 થી 10 વર્ષ સુધી). ફાઇન અથવા શૈક્ષણિક રેકોર્ડમાં કાયમી દાગ લાગી શકે છે.

વિદ્યાર્થીઓના અધિકાર: જો કોઈ વિદ્યાર્થી રેગિંગનો ભોગ બને તો તે તરત જ આ માધ્યમથી ફરિયાદ કરી શકે છે: કોલેજની Anti-Ragging Committee અથવા Grievance Cellમાં. UGC Helplineમાં તમે ફરિયાદ કરી શકો છો. તેની સેવા 24x7 ચાલુ રહે છે. આ ટોલ ફ્રી નંબર છે. તેમજ ઓનલાઈન ફરિયાદ માટે: www.antiragging.in પર વિઝિટ કરો અને મદદ લો.

રેગિંગ ભલે મજાક તરીકે શરૂ થાય, પરંતુ તેનો અંત ક્યારેક દુખદ બની શકે છે. શિક્ષણ એ સમ્માન અને સ્વાભિમાનનો માર્ગ છે, ડરનો નહીં. દરેક વિદ્યાર્થીએ અન્યનું માન રાખવું અને કાયદાનું પાલન કરવું એ જ સાચું કોલેજ કલ્ચર છે.