
ભારતીય કાયદા મુજબ, જો કોઈ મહિલાએ 2 વખત લગ્ન કર્યા હોય અને બંન્ને વખત છૂટાછેડા લીધા હોય, તો તે દરેક પૂર્વ પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે, જો કે શરત એ છે કે ફરીથી લગ્ન ન કર્યા હોય અને આર્થિક રીતે અસમર્થ હોય. દરેક છૂટાછેડા પછી, સંબંધિત પૂર્વ પતિ પાસેથી ભરણપોષણનો અધિકાર અલગ અલગ હોય છે.

સંબંધિત કાનૂની જોગવાઈઓ જોઈએ તો હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 25 હેઠળ છૂટાછેડા બાદ પત્ની સ્થાયી ભરણપોષણની માંગ કરી શકે છે. જો મહિલાએ ફરી લગ્ન ન કર્યા હોય અને તે પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય તો તે પોતાના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ માંગવાની હકદાર છે.

CrPCની કલમ 125 હેછળ આ કલમ હેઠળ તમામ ધર્મોની મહિલાઓને તેના પતિ પાસેથી ભરણપોષણ માંગવાનો અધિકાર આપે છે. જો તે પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય તો.

આપણે સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિણયો વિશે વાત કરીએ તો કેપ્ટન રમેશ ચંદ્ર કૌશલ અને વીના કૌશલ 1978 સુપ્રીમ કોર્ટે કહ્યું ભરણપોષણની જોગવાઈ સામાજિક ન્યાયને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેથી મહિલાઓ અને બાળકોનું રક્ષણ થઈ શકે,

જો મહિલાએ ફરી લગ્ન કર્યા છે. તો તે પૂર્વ પતિથી ભરણ પોષણનો હકદાર માંગી શકશે નહી પરંતુ જો વર્તમાન પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. આ પ્રકારે 2 છૂટાછેડા બાદ જો મહિલાએ લગ્ન કર્યા નથી. તો તે બંન્ને પૂર્વ પતિઓ પાસેથી ભરણ પોષણની માંગ કરી શકે છે. પરંતુ તેમાં શરત એ છે કે, તે આર્થિક રુપથી અસમર્થ હોય કે અન્ય કાનુની શરતો પૂર્ણ કરે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
Published On - 8:30 am, Wed, 19 February 25