
સ્મોલકેપ કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ માટે એક્સ અને રેકોર્ડ ડેટ તરીકે 29 જુલાઈ, 2025 નક્કી કરી છે. ડિવિડન્ડ મેળવવા માટે તમારે એક્સ ડેટ પહેલાં શેર લેવા આવશ્યક છે.

જ્યારે 29 જુલાઈ, 2025 (મંગળવાર)ના રોજ એક્સ-ડેટ અને રેકોર્ડ ડેટ બંને છે. વધુમાં રૂ.38 નું ડિવિડન્ડ મેળવવા માટે શેર ખરીદવાની છેલ્લી તારીખ 28 જુલાઈ, 2025 (સોમવાર)ની રહેશે. જો તમે 28 જુલાઈ સુધીમાં આ શેર ખરીદો છો, તો તમે આ ડિવિડન્ડ માટે પાત્ર બની જશો. 29 જુલાઈથી પછી શેર ખરીદનારને આ ડિવિડન્ડનો લાભ મળશે નહીં.

વર્ષ 2024 માં, કંપની દ્વારા રૂ. 25 ના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2023 માં, શેરધારકોને રૂ. 17 અને વર્ષ 2022 માં રૂ. 12 નું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.

24 જુલાઈ, ગુરુવારના રોજ શેર બીએસઈ પર રૂ. 1547.75 પર બંધ થયો, જે તેના અગાઉના બંધ કરતા 1.40 ટકા નીચે હતો. જો આપણે છેલ્લા 52 અઠવાડિયાની અંદર શેરના ભાવની વાત કરીએ, તો તેમાં High રૂ.2,575.90 અને Low રૂ.1,130.05 રહ્યો છે.

જણાવી દઈએ કે, બે અઠવાડિયામાં શેર 1 ટકા ઘટ્યો છે. બીજીબાજુ 3 અને 6 મહિનામાં શેર અનુક્રમે 13 ટકા અને 6 ટકા વધ્યો છે. 1 વર્ષની અંદર, શેર લગભગ 8 ટકા જેટલો તૂટયો છે. આ ઉપરાંત 2,3 અને 5 વર્ષમાં શેરનો ભાવ અનુક્રમે 37 ટકા, 136 ટકા અને 243 ટકાથી વધુ વધ્યો છે.