
ભારતીય રિઝર્વ બેંકે આવી નોટ બદલવા નિર્દેશ પણ આપ્યો છે.RBIના નિયમો અનુસાર, કોઈપણ બેંકને ફાટેલી નોટો બદલવાનો ઇનકાર કરવાનો અધિકાર નથી. તમારા અધિકાર જાણી લો.

બેંક ઘણીવાર ફાટેલી નોટો સ્વીકારતી વખતે ના પણ પાડી દે છે. જોકે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે આ બાબતે કડક માર્ગદર્શિકા છે. બેંકોએ આવી તુટેલી નોટો બદલવી જ જોઈએ. તે તુટેલી નોટ સ્વીકારવાની ના પાડી શકતા નથી.

RBI માર્ગદર્શિકાની જાણકારી હોવાથી તેમણે લેવડદેવડની પ્રક્રિયા સરળ બની શકે છે. આ માર્ગદર્શિકા બેંકોને ફાટેલી નોટો બદલવા માટે ફરજ પાડે છે. સેન્ટ્રલ બેંકે ટેપ કરેલી, ગુંદરવાળી નોટો બદલવા માટે નિયમો નક્કી કર્યા છે. જે નોટો હવે ઉપયોગ માટે યોગ્ય નથી.

જો બેંક નિયમોનું ઉલ્લંધન કરે છે. તો શું કરવું જાણો.જો બેંક નોટ બદલવાની ના પાડે છે, તો તમારી પાસે ઓનલાઈન ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ છે. બેંક કર્મચારીઓને પરિણામોનો સામનો કરવો પડશે. ગ્રાહકની ફરિયાદના જવાબમાં, બેંક ₹10,000 સુધીનું નુકસાન લગાવી શકે છે.

જો બેંક ફાટેલી નોટ બદલવાની ના પાડે તો બેંકના કર્માચારીને તમે જાણ કરી શકો છો અથવા તો મેનેજર સાથે પણ તમે વાત કરી તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

જો બેંક મેનેજર પણ તમારી નોટ બદલવાની ના પડે તો તમે કસ્ટમર કેર સર્વિસમાં ફરિયાદ કરી શકો છો. અથવા તો તમે આરબીઆઈની વેબસાઈટ પર પણ ફરિયાદ કરી શકો છો.( All photo:Canva)