
તાજા ખોરાકની કમી(Fresh Food Depletion)- મળતી માહિતી મુજબ સ્પેસમાં તાજા ખોરાકની અછત હતી. એવું કહેવામાં આવ્યું છે કે સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવતા ફળો અને શાકભાજી માત્ર ત્રણ મહિનામાં જ ખલાસ થઈ જતા હતા. અહેવાલો અનુસાર, ફળો અને શાકભાજીને ફ્રીજમાં ડ્રાય કરીને રાખવામાં આવ્યા હતા.

કેવી રીતે અને ક્યાં ખોરાક તૈયાર કરવામાં આવતો હતો? (Food Preparation)- આ મિશન માટે સુનીતા અને તેના સાથીઓ માટે સંપૂર્ણ યોજના મુજબ ભોજન તૈયાર કરવામાં આવતુ હતું . આમાં મીટ અને ઈંડા જેવી વસ્તુઓ સંપૂર્ણ રાંધીને જ સ્પેસમાં લઇ જવામાં આવતી હતી.ISS પર સૂપ, સ્ટુ અને કેસરોલ્સ જેવા ડિહાઇડ્રેટ ફુડને 530 ગેલેન વોટર ટેન્કમાં હાઇડ્રેટ કરવામાં આવતા હતા. સ્પેસમાં અવકાશયાત્રીઓના પેશાબ અને પરસેવાને રીસાઇકલ કરીને પીવાના પાણીમાં રૂપાંતરીત કરવામાં આવતું હતું.

વેટ લોસની સમસ્યા (Weight Loss Concerns)- નોંધનીય છે કે આ મિશનમાં સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓનું શરીરનું વજન પણ ઘટી રહ્યું હતું, પરંતુ નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે તેમનું વજન ખોરાકની અછતને કારણે નહીં પરંતુ જગ્યાના વાતાવરણને કારણે ઘટી રહ્યું છે. નિષ્ણાતોએ એવો પણ દાવો કર્યો હતો કે આ મિશન દરમિયાન અવકાશયાત્રીઓના ખાવા-પીવાની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મિશનના વધેલા સમયને ધ્યાનમાં રાખીને વધારાના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
Published On - 12:41 pm, Wed, 19 March 25