
ગાંધી અટક મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળતી અટક છે. ગાંધી અટક મોટા ભાગે વણિક સમુદાયમાં જોવા મળે છે. જૈન સમુદાયમાં પણ ગાંધી અટક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર ગાંધી અટકનો અર્થ અત્તરિયો થાય છે, અત્તર વેચનાર માણસ, કરિયાણું, વસાણું, મસાલો અને દવા વગેરે પરચૂરણ સરસામાન વેચનાર વેપારીને કહેવામાં આવે છે.

આ ઉપરાંત ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર ગાંધી અટક ધરાવતા લોકો દશાશ્રીમાળી વાણિયા અને મેમણ સમુદાયમાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 7:59 am, Sat, 2 August 25