
નારંગીની છાલથી : દાંતને ચમકાવવા માટે કેળા કે નારંગીની છાલ ખૂબ જ ફાયદાકારક છે. તેમની છાલનો અંદરનો ભાગ દાંત પર ઘસો. તેનાથી દાંતની પીળાશ દૂર થશે. તેમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ અને પોટેશિયમ હોય છે - જે દાંતના ઈનેમલ માટે સારું છે.

સફરજનની છાલ : સફરજનની છાલમાં હાજર વિટામિન ઇ ત્વચાને નરમ અને હાઇડ્રેટેડ રાખે છે. તેમાં રહેલું કોલેજન ત્વચાને યુવાન રાખવામાં ફાયદાકારક છે. સફરજનની છાલ ચહેરા પર લગાવવાથી ખીલ અને પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થશે. કુદરતી જંતુનાશક : નારંગીની છાલ કુદરતી જંતુનાશકો છે. આ જંતુઓને દૂર રાખવામાં અસરકારક સાબિત થાય છે. નારંગી અને લીંબુમાં જોવા મળતી સાઇટ્રસની ગંધ જંતુઓને દૂર રાખે છે.