
દર વર્ષે 13 ફેબ્રુઆરીએ કિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રેમ અને લાગણીઓ વ્યક્ત કરવાનો એક ખાસ અવસર માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો Kissને માત્ર રોમાંસ સાથે જોડે છે, પરંતુ સંશોધન જણાવે છે કે Kiss આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. ખાસ કરીને, તે તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વેલેન્ટાઇન વીક દરમિયાન ઉજવાતો કિસ ડે પ્રેમનું પ્રતીક છે. આ દિવસે લોકો પોતાના ખાસ વ્યક્તિ પ્રત્યે લાગણીઓ વ્યક્ત કરવા Kiss કરે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે Kiss માત્ર લાગણીસભર ક્રિયા નથી, પરંતુ તે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર કરે છે. અનેક અભ્યાસો મુજબ, Kiss આપણા હોર્મોન્સ, મનોદશા અને શરીર પર સારો પ્રભાવ પાડે છે.

જ્યારે બે વ્યક્તિ Kiss કરે છે, ત્યારે શરીરમાં ઓક્સીટોસિન, ડોપામાઇન અને સેરોટોનિન જેવા “ફીલ-ગુડ” હોર્મોન્સ સક્રિય થાય છે. આ હોર્મોન્સ ખુશી, આરામ અને ભાવનાત્મક જોડાણની લાગણી વધારે છે. સાથે સાથે, કોર્ટિસોલ નામના તણાવ હોર્મોનનું સ્તર ઘટે છે, જેના કારણે મન શાંત થાય છે અને તણાવમાં ઘટાડો થાય છે.

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, Kiss મગજના આનંદ કેન્દ્રોને સક્રિય કરે છે. તેનાથી વ્યક્તિ વધુ હળવાશ અને ખુશી અનુભવે છે. આ પ્રક્રિયા માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે અને ભાવનાત્મક નજીકતા વધારવામાં મદદ કરે છે.

Kiss દરમિયાન ઓક્સીટોસિન હોર્મોન મુક્ત થાય છે, જે રક્તવાહિનીઓને વિસ્તૃત કરે છે અને રક્ત પ્રવાહ સુધારે છે. આ પ્રક્રિયા બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. કેટલાક સંશોધનો મુજબ, Kiss જેવી શારીરિક આત્મીયતા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.

રક્તવાહિનીઓના વિસ્તરણ અને સુધારેલ રક્ત પરિભ્રમણના કારણે સ્નાયુઓના ખેંચાણમાં રાહત મળે છે. તેથી, પીરિયડ દરમિયાન થતો દુખાવો અથવા ક્રેમ્પ્સ Kiss દ્વારા થોડો ઓછો થઈ શકે છે.

Kiss બ્લડ પ્રેશર ઘટાડે છે અને તણાવ ઓછો કરે છે, જે માથાના દુખાવાના મુખ્ય કારણોમાંથી એક છે. આ કારણે, Kiss માથાના દુખાવામાં રાહત આપવામાં મદદરૂપ થઈ શકે છે.

Kiss દરમિયાન થોડા જંતુઓ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકે છે, પરંતુ આ પ્રક્રિયા રોગપ્રતિકારક શક્તિને સક્રિય બનાવવામાં મદદ કરે છે. સંશોધન મુજબ, નિયમિત રીતે Kiss કરનારા યુગલોમાં મોઢા અને જીભની માઇક્રોબાયોટા વધુ સંતુલિત હોય છે, જે ઇમ્યુન સિસ્ટમ માટે લાભદાયી છે.