
ખેસારી લાલ યાદવ આજે ભોજપુરીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. તેમની પાસે એક કાર, એક બંગલો અને બેંક બેલેન્સ અથળક પ્રમાણમાં છે. જોકે, શરૂઆતમાં પરિસ્થિતિ સારી નહોતી.

એક સમયે ગરીબી એટલી ગંભીર હતી કે સાતેય ભાઈઓ (પિતરાઈ ભાઈ સહિત) એક જ પેન્ટ શેર કરતા હતા. તેમના પિતા ચણા વેચતા હતા, ઘણીવાર સૂતા પહેલા તે ચણા ખાતા હતા. માત્ર એક જ ભાઈ ખેસારી જ ગરીબીમાંથી બહાર નીકળીને ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવ્યું છે.

ખેસારી લાલ યાદવે 2006માં ચંદા દેવી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે એક પુત્રી કૃતિ યાદવ અને એક પુત્ર ઋષભ યાદવ. કૃતિએ "દુલ્હીન ગંગા પાર કે" ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે ઋષભ પણ અભિનય કરે છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

ખેસારી લાલ યાદવ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમણે પોતાના પહેલા આલ્બમ માટે લિટ્ટી ચોખાની દુકાન ખોલવી પડી હતી. પરંતુ આજે, તેમની પાસે તે બધું છે જે તેમણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.

એક ઇન્ટરવ્યુમાં, ખેસારી લાલ યાદવે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ દિલ્હીમાં લિટ્ટી ચોખાની દુકાન ચલાવતા હતા ત્યારે તેમની પત્ની તેમને મદદ કરતી હતી.

લગ્ન બાદ અભિનેતાની જિંદગી બદલી ગઈ હતી.આજે અભિનેતા કરોડો રુપિયાની સંપત્તિનો માલિક છે.

આજે, ખેસારી ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો અભિનેતાઓમાંના એક છે. તેમને 2011 માં રિલીઝ થયેલી તેમની પહેલી ફિલ્મ "સાજન ચલે સસુરાલ" માટે 11,000 રૂપિયા મળ્યા હતા.

રિપોર્ટ અનુસાર, 11,000 રૂપિયાથી પોતાની કારકિર્દી શરૂ કરનાર ખેસાલી લાલ યાદવ હવે દરેક ફિલ્મ માટે ઓછામાં ઓછા 40 લાખ રૂપિયા કમાય છે.

ખેસારી તેના સ્ટેજ શો અને જાહેરાતો માટે પણ ફેમસ છે, જેમાંથી તે સારી કમાણી કરે છે. એક સમયે સાયકલ માટે રડતો અભિનેતા ખેસારી હવે ફોર્ચ્યુનર જેવી મોંઘી કારનો માલિક છે. પટનામાં તેનું એક આલીશાન ઘર પણ છે.

ઓક્ટોબર 2025માં ખેસારી લાલ યાદવને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે છપરા, બિહાર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, અભિનેતાનું રિઝલ્ટ શું આવે છે.
Published On - 1:57 pm, Thu, 13 November 25