
ટ્રુડોના આ નિવેદન પર ટેસ્લાના વડા એલોન મસ્કએ સખત જવાબ આપ્યો છે. મસ્કે ટ્વીટ કર્યું કે જસ્ટિન ટ્રુડો હવે બહુ લાંબા સમય સુધી કેનેડામાં સત્તામાં નહીં રહે.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મજાક ઉડાવી હતી અને તેમને કેનેડાના ગવર્નર કહ્યા. વાસ્તવમાં, તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પદ સંભાળતાની સાથે જ પ્રથમ કેનેડાથી આવતા સામાન પર વધુ 25 ટકા ટેરિફ લાદશે, જ્યાં સુધી કેનેડા, અમેરિકા આવતા ડ્રગ્સ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નિયંત્રિત ના કરે ત્યા સુધી આ વધારાના 25 ટકા ટેરિફ યથાવત રહેશે.

ટ્રમ્પની જાહેરાત બાદ ટ્રુડોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેનેડાના પીએમએ કહ્યું હતું કે, આ પ્રકારની ટેરિફ કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે. તેના પર નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે, ટ્રુડોને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કરતા ટ્રુડોને કેનેડાના ગવર્નર ગણાવ્યા હતા. ( તસવીરો સૌજન્ય-PTI )