“મારો છોકરો તોડશે સચિનનો ઐતિહાસિક રેકોર્ડ”, જો રૂટના પિતાએ આંકડા સાથે કર્યો ‘મોટો દાવો’

ક્રિકેટની દુનિયામાં સચિન તેંડુલકરનો 15,921 ટેસ્ટ રનનો ઐતિહાસિક રેકોર્ડ હવે જોખમમાં દેખાઈ રહ્યો છે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ આ મહાન રેકોર્ડ તોડવાથી માત્ર 1,742 રન દૂર છે. વર્ષ 2021 થી સતત શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રૂટના આ પ્રદર્શન પર તેમના પિતા મેટ રૂટે પણ પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તેમનો પુત્ર સચિનનો આ આંકડો પાર કરી લેશે.

| Updated on: Aug 29, 2026 | 1:34 PM
1 / 5
ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ કેપ્ટન 'જો રૂટ' (Joe Root) સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સચિન તેંડુલકરથી આગળ નીકળવાની નજીક છે અને તે 'માસ્ટર બ્લાસ્ટર' ના સ્કોરથી માત્ર 1,742 રન પાછળ છે. રૂટે 167 ટેસ્ટ મેચમાં 14,180 રન બનાવ્યા છે. સચિને પોતાની કારકિર્દીનો અંત 15,921 રન સાથે કર્યો હતો. Joe Root વર્ષ 2021 થી શાનદાર ફોર્મમાં છે અને આગામી કેટલાક વર્ષોમાં સચિનથી આગળ નીકળી શકે છે. Joe Root ના પિતા મેટ રૂટને પણ વિશ્વાસ છે કે, તેમનો છોકરો સચિનનો રેકોર્ડ તોડી દેશે અને તેમણે તેનું સમર્થન કર્યું છે.

2 / 5
એક ઇન્ટરવ્યુમાં વાત કરતા મેટે કહ્યું, "છેલ્લી વખતે જ્યારે તે કેપ્ટન હતો... તો એક વર્ષમાં તેણે 1,700 રન બનાવ્યા હતા. તેણે સાબિત કર્યું છે કે, કેપ્ટન બનવાથી તેની બેટિંગ પર કોઈ અસર પડતી નથી. એવામાં જ્યાં સુધી તે ફિટ અને ફોકસ રહે છે, તેનામાં રમવાની ઈચ્છા જળવાઈ રહે છે, ત્યાં સુધી એવું કોઈ કારણ નથી કે, તે સચિનના રેકોર્ડની આસપાસ ન પહોંચી શકે."

3 / 5
રૂટે ઇંગ્લેન્ડ સામે સચિનની છેલ્લી સિરીઝમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જો કે, તે વન-ડે ટીમમાંથી અંદર-બહાર થતો રહ્યો છે. 'રૂટ' ટેસ્ટ ટીમમાં રેગ્યુલર રહ્યો છે. તેને હાલમાં જ ઇંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન ફરીથી બનાવવામાં આવ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન મેટે જણાવ્યું કે, જ્યારે તેના પુત્રને ફૂલ-ટાઇમ કેપ્ટન્સીની ઓફર કરવામાં આવી હતી, તો તેણે તેને ફગાવી દીધી હતી. બાદમાં, બેન સ્ટોક્સના રિટાયરમેન્ટ પછી રૂટ ઇંગ્લેન્ડનો ફૂલ-ટાઇમ ટેસ્ટ કેપ્ટન બન્યો.

4 / 5
મેટે કહ્યું, "જ્યારે તેને ન્યુઝીલેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ માટે આ જવાબદારી આપવામાં આવી હતી, તો મેં તેને પૂછ્યું હતું કે જો તેને આ કામ ફૂલ-ટાઇમ કરવાની ઓફર મળે, તો શું તે તેનો સ્વીકાર કરશે? તેણે ના પાડી દીધી. મને લાગે છે કે, તે સ્ટીફન ફ્લેમિંગથી પ્રભાવિત છે. ફ્લેમિંગનું ઇંગ્લેન્ડ ટીમમાં હેડ કોચ તરીકે આવવું એ Root માટે પ્રેરણાદાયી છે."

5 / 5
જો રૂટને વર્ષ 2017 માં એલિસ્ટર કૂકની જગ્યાએ ઇંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે 28 જીત સાથે પોતાની કેપ્ટન્સી કારકિર્દી સમાપ્ત કરી હતી, જે કોઈપણ ઇંગ્લેન્ડના કેપ્ટન દ્વારા હાસિલ કરવામાં આવેલી સૌથી વધુ જીત છે. તેણે વર્ષ 2022 માં કેપ્ટન્સી છોડી દીધી અને તેની જગ્યા સ્ટોક્સે લીધી.

Published On - 4:57 pm, Fri, 28 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.