
Jioની ડિજિટલ સર્વિસે દેશમાં હોમ સર્વિસની સુવિધા પૂરી પાડી છે. ડિજિટલ હોમ સર્વિસના મામલે Jio વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. Jio ત્રણ કરોડથી વધુ ઘરોમાં ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે.

Jio AirFiberનું લક્ષ્ય દર 30 દિવસે 10 લાખ ઘરોને જોડીને રેકોર્ડ 10 કરોડ ઘરો સુધી પહોંચવાનું છે. મુકેશ અંબાણીએ Jioની 5G અને 6G ટેક્નોલોજી વિશે પણ વાત કરી. તેમના જણાવ્યા અનુસાર, Jioએ 5G અને 6G ક્ષેત્રે 350 પેટન્ટ અરજીઓ દાખલ કરી છે.

મુકેશ અંબાણીએ તેમના 2G ગ્રાહકોને 4Gમાં કન્વર્ટ કરવા માટે તેમની સુવિધા અનુસાર પ્લાન લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે 5G ફોન સસ્તા થતાં લોકો તેની તરફ વધુ આકર્ષિત થશે. અને તેની માગ વધારે હશે.

તેવી જ રીતે 4G નેટવર્કની ક્ષમતામાં પણ સુધારો થશે. આ સાથે જિયો ભારતમાં 20 કરોડથી વધુ 2G ગ્રાહકોને તેના 4G પરિવારમાં સામેલ કરવાની સ્થિતિમાં હશે.
Published On - 8:36 am, Fri, 30 August 24