6G નેટવર્ક: ભારતમાં ક્યારે આવશે 6G? રિલાયન્સ AGMમાં આકાશ અંબાણીએ લોન્ચ ટાઇમલાઇનને લઈને આપ્યું આ મોટું અપડેટ

રિલાયન્સ જીયોએ 49મી AGMમાં 6G નેટવર્ક, AI અને LEO સેટેલાઇટ ઇન્ટરનેટને લઈને મોટા સંકેતો આપ્યા છે. જાણો દેશમાં ક્યારથી શરૂ થશે 6G સેવાઓ.

| Updated on: Jun 20, 2026 | 8:52 PM
1 / 9
શું ભારતમાં હવે 5G પછી 6G નો યુગ શરૂ થવા જઈ રહ્યો છે? રિલાયન્સ જીયોએ પોતાની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં 6G, AI અને સેટેલાઇટ ઇન્ટરનેટને લઈને મોટા સંકેતો આપ્યા છે. ભારતમા મોબાઈલ ઈન્ટરનેટનું ચિત્ર સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે અને રિલાયન્સ જીયો હવે આગામી મોટી છલાંગ લગાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. કંપનીએ પોતાની 49મી AGM માં જણાવ્યું છે કે, તેમનો લક્ષ્ય માત્ર ઝડપી ઈન્ટરનેટ આપવાનો નથી, પરંતુ ભવિષ્યના ડિજિટલ ઈકોસિસ્ટમને તૈયાર કરવાનો છે.

2 / 9
6G નેટવર્કને લઈને શું જાહેરાત કરાઈ? AGM દરમિયાન જીયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, કંપની 6G ટેકનોલોજી માટે સક્રિયપણે કામ કરી રહી છે. જો કે હજુ સુધી 6G ના સત્તાવાર લોન્ચિંગ અંગે કોઈ ચોક્કસ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ કંપનીનો લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં કોમર્શિયલ 6G સેવાઓ શરૂ કરવાનો છે. કંપનીનું માનવું છે કે આગામી વર્ષોમાં 6G માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ નહીં વધારે, પરંતુ AI આધારિત સેવાઓ, સ્માર્ટ ડિવાઈસીસ અને નવી ડિજિટલ ટેકનોલોજીને પણ મજબૂત કરશે.

3 / 9
ક્યારથી શરૂ થઈ શકે છે 6G નું ટેસ્ટિંગ? કાર્યક્રમ દરમિયાન કંપનીએ સંકેત આપ્યા હતા કે 6G નેટવર્ક માટે જરૂરી ટેકનિકલ તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે. શક્યતા છે કે વર્ષ 2028 સુધીમાં પ્રી-કોમર્શિયલ ટેસ્ટિંગ અથવા પાયલટ ટ્રાયલ શરૂ કરવામાં આવી શકે છે. ત્યારબાદ તબક્કાવાર રીતે નેટવર્કનો વિસ્તાર કરવામાં આવશે જેથી 2030 સુધીમાં વ્યાપક સ્તરે 6G સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

4 / 9
પહેલા તમામ યુઝર્સને 5G પર લાવવાનો લક્ષ્ય: 6G તરફ આગળ વધતા પહેલા કંપનીનું ધ્યાન હાલમાં 5G નેટવર્કને દેશભરમાં વધુ મજબૂત કરવા પર છે. AGM માં જણાવવામાં આવ્યું હતું કે, જીયોનો લક્ષ્ય 2030 સુધીમાં મહત્તમ મોબાઈલ યુઝર્સને 5G નેટવર્ક સાથે જોડવાનો છે, જેથી ભવિષ્યમાં 6G માટે એક મજબૂત આધાર તૈયાર કરી શકાય.

5 / 9
સેટેલાઇટ ઇન્ટરનેટ પર પણ મોટો દાવ: આ બેઠક દરમિયાન અન્ય ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી હતી, જેમાં લો અર્થ ઓર્બિટ એટલે કે LEO સેટેલાઇટ કોન્સ્ટેલેશન (LEO Satellite Constellation) ની તૈયારીઓ સામેલ છે. કંપનીએ જણાવ્યું કે જીયો ભવિષ્યમાં એવું સેટેલાઇટ નેટવર્ક વિકસાવવા માંગે છે જે મોબાઈલ ટાવર્સની સાથે મળીને ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડશે. આ ટેકનોલોજીની મદદથી દેશના અંતરિયાળ અને નેટવર્ક વિહોણા વિસ્તારો સુધી પણ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પહોંચાડી શકાશે.

6 / 9
LEO સેટેલાઇટ નેટવર્ક શું છે? LEO એટલે કે લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ પૃથ્વીની ઘણી નજીક સ્થિત હોય છે. તે સામાન્ય રીતે 160 કિલોમીટરથી 2000 કિલોમીટરની ઊંચાઈ પર પૃથ્વીની પરિક્રમા કરે છે. પૃથ્વીની નજીક હોવાને કારણે ડેટા ટ્રાન્સમિશન ઝડપી થાય છે અને ઈન્ટરનેટ લેટન્સી (ડિલે) ઓછી રહે છે. આ જ કારણે LEO સેટેલાઇટ ટેકનોલોજીને ભવિષ્યના હાઈ-સ્પીડ ઈન્ટરનેટ નેટવર્કનો મહત્વનો ભાગ માનવામાં આવે છે.

7 / 9
સેટેલાઇટ કોન્સ્ટેલેશન કેવી રીતે કામ કરે છે? સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ કવરેજ આપવા માટે માત્ર એક કે બે સેટેલાઇટ પૂરતા હોતા નથી. આથી ઘણા બધા સેટેલાઇટ્સનું એક આખું નેટવર્ક તૈયાર કરવામાં આવે છે, જેને 'સેટેલાઇટ કોન્સ્ટેલેશન' કહેવામાં આવે છે. આ તમામ સેટેલાઇટ અંદરોઅંદર ડેટા શેર કરીને મોટા વિસ્તારને કવર કરે છે અને યુઝર્સ સુધી સતત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડે છે.

8 / 9
AI અને 6G વચ્ચે હશે ઊંડો સંબંધ: જીયોએ AI આધારિત નેટવર્ક અને ડિજિટલ સેવાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કંપનીનું માનવું છે કે ભવિષ્યમાં AI અને 6G એકબીજાના પૂરક બનશે. સ્માર્ટ નેટવર્ક મેનેજમેન્ટ, ઓટોમેશન અને બહેતર કનેક્ટિવિટી માટે AI ની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેવાની છે.

9 / 9
જીયો નેટવર્કના વધતા આંકડા: કંપનીના જણાવ્યા અનુસાર, જીયોના ગ્રાહકોની સંખ્યા હવે 524 મિલિયન (52.4 કરોડ) થી વધુ થઈ ચૂકી છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન જીયો નેટવર્ક પર 241 એક્સાબાઇટ્સ (Exabytes) ડેટા ટ્રાફિક નોંધાયો છે, જે દેશમાં સતત વધી રહેલા ઈન્ટરનેટ વપરાશને દર્શાવે છે.

Follow Us