
ગુજરાતમાં યોજાતો સૌથી મોટો ધાર્મિક હિંદુ તહેવાર એટલે રથયાત્રા. અમદાવાદ શહેરમાં 148મી રથયાત્રા યોજાવવા જઈ રહી છે. અષાઢ મહિનાના બીજા દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું ધાર્મિક વિધિથી આયોજન કરવામાં આવે છે.

ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દુનિયાભરમાં પ્રખ્યાત છે. જો કે, અમદાવાદમાં યોજાતી રથયાત્રા ભારતની સૌથી મોટી રથયાત્રાઓમાંની એક છે. લોકમાન્યતા મુજબ મંદિરના મહંત શ્રી નરસિંહદાસજી મહારાજને આવેલ સ્વપ્ન બાદ વર્ષ 1878માં પવિત્ર રથયાત્રાની શરૂઆત થઈ હતી.

વહેલી સવારે જગન્નાથ મંદિરથી શરૂ થયેલ રથયાત્રા બપોરે સરસપુર રણછોડરાયજીના મંદિરે પહોંચે છે એટલે કે ભગવાનના મોસાળમાં આ રથ પહોંચે છે. અહીં ભગવાનને મામેરુ અર્પણ કરવામાં આવે છે. ખાસ વાત તો એ કે, ભક્તોને પૂરી, શાક, દાળ, ભાત, લાડુ, મોહનથાળ જેવા પ્રસાદથી જમાડવામાં આવે છે.

ખાસ વાત તો એ કે, ભક્તોને પૂરી, શાક, દાળ, ભાત, લાડુ, મોહનથાળ જેવા પ્રસાદથી જમાડવામાં આવે છે. આ એક એવી યાત્રા છે, જેમાં ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે 14 કિલોમીટરની યાત્રા કરે છે.

આ યાત્રા એટલી અદભૂત હોય છે કે, ભગવાનના દર્શન કરવા માટે પોળોમાં, શેરીઓમાં અને શહેરના રસ્તા ઉપર ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે.

ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. આ રથ નંદીઘોષ રથ, ગરુડ ધ્વજ રથ અથવા કપિત ધ્વજ રથ તેમજ પદમધ્વજ રથ તરીકે પણ ઓળખાય છે.

જણાવી દઈએ કે, ભગવાન જગન્નાથનો રથ 'નંદીઘોષ' તરીકે ઓળખાય છે. આ રથ લાલ અને પીળા રંગનો હોય છે અને તેની ઊંચાઈ આશરે 45.5 ફૂટ જેટલી હોય છે. નોંધનીય છે કે, આ રથ બનાવવા ફક્ત લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે.

અમદાવાદમાં યોજાતી રથયાત્રાની તૈયારી અક્ષય તૃતીયાના દિવસેથી જ શરૂ થઈ જાય છે. આ રથમાં કુલ 16 પૈડાં હોય છે અને આ રથ બલભદ્ર તેમજ સુભદ્રાના રથ કરતાં થોડું મોટું હોય છે.
Published On - 6:03 pm, Sun, 8 June 25