રોકાણકારો માટે ચોંકાવનારી જાહેરાત, વધુ એક ફાઇનાન્સ કંપની થઈ રહી છે ડિલિસ્ટ

|

Jun 18, 2024 | 7:45 PM

ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સના વ્યવસાયમાં સંકળાયેલ વધુ એક કંપની ડિલિસ્ટિંગ કરવા જઈ રહી છે. Jackson investments નામની કંપની દ્વારા ઇક્વિટી શેરના સ્વૈચ્છિક ડિલિસ્ટિંગની જાહેરાત કરવામાં આવી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

1 / 5
ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સના વ્યવસાયમાં સંકળાયેલ વધુ એક કંપની ડિલિસ્ટિંગ કરવા જઈ રહી છે. Jackson investments નામની કંપની દ્વારા ઇક્વિટી શેરના સ્વૈચ્છિક ડિલિસ્ટિંગની જાહેરાત કરવામાં આવી છે.

2 / 5
જેક્સન ઇન્વેસ્ટમેન્ટ્સ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સના વ્યવસાયમાં સંકળાયેલ છે. કંપની ધિરાણ, શેર અને અન્ય સિક્યોરિટીઝમાં રોકાણ, કોમોડિટીઝ અને કેપિટલ માર્કેટ સંબંધિત એક્ટિવિટી કરે છે.

3 / 5
14 જૂન, 2024ના રોજ મળેલી બેઠકમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કલકત્તા સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (CSE)માંથી ઇક્વિટી શેરના સ્વૈચ્છિક ડિલિસ્ટિંગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

4 / 5
હાલમાં કંપનીના ઇક્વિટી શેર BSE અને કલકત્તા સ્ટોક એક્સચેન્જ બંને પર લિસ્ટેડ છે. CSEમાં કંપનીના ઈક્વિટી શેર્સમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ ટ્રેડિંગ થતું ન હોવાથી અને કંપનીને CSE પર વધારાનો ઓપરેશનલ ખર્ચ ચુકવવો પડતો હોવાથી કંપનીના ઈક્વિટી શેરને ડિલિસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

5 / 5
આ ડિલિસ્ટિંગ માત્ર કલકત્તા સ્ટોક એક્સચેન્જ પરથી જ કરવામાં આવશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રોકાણકારો ટ્રેડિંગ કરી શકશે. BSE પર કંપનીના 25 હજાર કરતાં પણ વધુ શેરહોલ્ડર છે. જેમાં માત્ર 0.19 ટકા જ પ્રમોટર્સ છે.

Next Photo Gallery