
લખનૌ સુપર જાયન્ટ્સે 7 વિકેટથી CSK સામે જીત મેળવી. દરમિયાન આ હાર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોંઘી સાબિત થઈ છે. જેનાથી પ્લેઓફની રેસમાં CSK પાછળ થઈ ગઈ છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની બોલિંગ સંપૂર્ણપણે ખરાબ જોવા મળી.

લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઋષભ પંતની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ચેન્નાઈની શરૂઆત ખરાબ રહી. આકાશ સિંહે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસની વિકેટ લીધી.

પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવવા છતાં CSKએ જોરદાર વાપસી કરી. કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ અને શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરી, જેના કારણે CSK 20 ઓવરમાં 5 વિકેટે 187 રન સુધી પહોંચી શકી. કાર્તિક શર્માએ સૌથી વધુ 71 રન બનાવ્યા. દુબે 16 બોલમાં 32 રન બનાવ્યા.

લખનૌ માટે આ સિઝનમાં પહેલી વાર રમી રહેલા આકાશ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી. મોહમ્મદ શમી અને શાહબાઝ અહેમદે 1-1 વિકેટ લીધી.

188 રનનો ટાર્ગેટનો ચેઝ કરતા, મિશેલ માર્શ અને જોશ ઇંગ્લીસની ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત કરી હતી. ટીમે શરૂઆતની ઓવરોમાં વિકેટ ગુમાવ્યા વિના ઝડપથી સ્કોર કર્યો.

મિશેલ માર્શ અને જોશ ઇંગ્લીસની વચ્ચે પ્રથમ વિકેટ માટે 135 રનની પાર્ટનરશીપ રહી. જેનાથી મેચ એકતરફી બની ગઈ. મિશેલ માર્શે 236.84 ના સ્ટ્રાઇક રેટથી 38 બોલમાં 90 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

જોશ ઈંગ્લીસે 36 રન બનાવ્યા. ત્યારબાદ નિકોલસ પૂરન 17 બોલમાં 32 રન બનાવી નોટ આઉટ રહ્યો. જેના કારણે લખનૌએ 16.4 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કર્યો.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફની રેસના દ્રષ્ટિએ આ એક મોટો ફટકો છે. CSK પાસે હવે ફક્ત બે મેચ બાકી છે. હાલમાં CSK 12 મેચમાંથી 6 મેચ જીતી છે અને ટીમ પાસે 12 પોઈન્ટ છે.