આખરે, તિલક વર્મા અને શ્રીલીલા વચ્ચે ડેટિંગની વાતોનું સત્ય આવી ગાયું સામે, જાણો

મુંબઈ ઇન્ડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્મા અને અભિનેત્રી શ્રીલીલા વચ્ચેની ડેટિંગ અફવાઓ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં હતી. જોકે હવે આ પાછળનું સત્ય સામે આવ્યું છે.

| Updated on: May 17, 2026 | 5:17 PM
1 / 8
તાજેતરમાં મુંબઈ ઇન્ડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્મા અને તેલુગુ અભિનેત્રી શ્રીલીલા વચ્ચે ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. IPL 2026 દરમિયાન તિલક વર્માના શાનદાર પ્રદર્શન સાથે તેમના અંગત જીવનને લઈને પણ અનેક અટકળો સામે આવી રહી છે. જોકે હવે આ સમગ્ર મામલે સત્ય સામે આવ્યું છે.

2 / 8
ક્રિકેટ અને મનોરંજન જગત વચ્ચેનો સંબંધ વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. અનેક ક્રિકેટરો અભિનેત્રીઓ સાથે ડેટિંગ અથવા લગ્નને કારણે ચર્ચામાં રહ્યા છે, જ્યારે કેટલાક માત્ર અફવાઓ સુધી જ સીમિત રહ્યા છે. હાલમાં આવી જ ચર્ચાઓ તિલક વર્માને લઈને ચાલી રહી છે.

3 / 8
આ અફવાઓને વેગ આપનાર એક વાયરલ વીડિયો હતો. વીડિયોમાં તિલક વર્મા હોટલની લોબીમાં હેડફોન પહેરીને જતા જોવા મળે છે. ત્યારે પાછળથી સૂર્યકુમાર યાદવ મજાકિયા અંદાજમાં કહેતા સાંભળાય છે કે, “તિલક પ્રેમમાં છે.” સૂર્યકુમારે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ આ વાતને અભિનેત્રી શ્રીલીલા સાથે જોડીને ચર્ચા શરૂ કરી દીધી.

4 / 8
આ ચર્ચાઓ પાછળનું બીજું કારણ તિરુમાલા મંદિરની મુલાકાતને માનવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા શ્રીલીલા પોતાની માતા સાથે દર્શન કરવા તિરુમાલા પહોંચી હતી. તે જ સમયે તિલક વર્મા પણ પોતાના પરિવાર સાથે ત્યાં હાજર હતા. આ ઘટના બાદ બંને વચ્ચે સંબંધ હોવાની અટકળો વધુ તેજ બની હતી.

5 / 8
તે સિવાય, 14 મે 2026ના રોજ ધર્મશાળામાં રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની IPL મેચ દરમિયાન શ્રીલીલાની માતા ડૉ. સ્વર્ણલથા સ્ટેડિયમમાં જોવા મળી હતી. આ મેચમાં તિલક વર્માએ અણનમ 75 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર બંનેને લઈને વધુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

6 / 8
જોકે હવે નજીકના સૂત્રોએ આ તમામ અફવાઓને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “તિલક વર્મા અને શ્રીલીલા વચ્ચે કોઈપણ પ્રકારનો સંબંધ નથી. બંને ક્યારેય મળ્યા નથી અને એકબીજા સાથે વાત પણ કરી નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ ચર્ચાઓ પાયાવિહોણી છે.”

7 / 8
બીજી તરફ, સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે એવો દાવો પણ કર્યો હતો કે શ્રીલીલા એક એવી ક્રિકેટ મેચ જોવા પહોંચી હતી જ્યાં ‘તિલક’ નામની જર્સી પહેરેલો ખેલાડી રમતો હતો. આ કારણે બંને વચ્ચેના સંબંધની અટકળોને વધુ બળ મળ્યું હતું. જોકે અત્યાર સુધી બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

8 / 8
IPL 2026માં તિલક વર્માના સતત સારા પ્રદર્શનને કારણે તેઓ યુવા ક્રિકેટ ચાહકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. મેદાન પરની તેમની બેટિંગ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ તેમની સારી ફેન ફોલોઇંગ જોવા મળી રહી છે.

Follow Us